રાજકોટના મારૂતિ કુરિયરે કરી શહીદ જવાનોના પરિવારને સહાય

28 February, 2019 07:19 PM IST  |  રાજકોટ

રાજકોટના મારૂતિ કુરિયરે કરી શહીદ જવાનોના પરિવારને સહાય

રાજકોટની કંપનીએ કરી શહીદોને સહાય

જમ્મૂ કશ્મીરના પુલવામામાં થયેલા હુમલામાં શહીદ થયેલા CRPF જવાનોના પરિવારને મદદ કરવા અનેક લોકો આગળ આવી રહ્યા છે. તેમાં રાજકોટના મારૂતિ કુરિયરના માલિક રામભાઈ મોકરિયાનો પણ સમાવેશ થાય છે. જેમણે 11, 11, 111 રૂપિયાનો ચેક રાજકોટના કલેક્ટર રાહુલ ગુપ્તાને એનાયત કર્યો. આ ચેક સીઆરપીએફ વાઈવ્ઝ વેલ્ફેર એસોસિયેશનને આપવામાં આવ્યો છે, જેથી રકમ શહીદોના પરિવારજનો સુધી પહોંચી શકે.

મારૂતિ કુરિયરના ચેરમેનએ પોતાના અને તેમના પુત્રની લગ્નતિથિની ઉજવણી કરવાના બદલે પુલવામામાં શહીદ થયેલા જવાનોને મદદ કરવાનો નિર્ણય લીધો. સાથે તેમણે પોતાની કંપનીના સ્ટાફને પણ અપીલ કરી છે કે તેઓ શહીદ થયેલા જવાનોને પરિવાર માટે શક્ય એટલી મદદ કરે.

આ પણ વાંચોઃ રાજકોટને આ ઉનાળામાં નહીં નડે પાણીની સમસ્યા

પુલવામામાં થયેલા હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. જમ્મૂ કશ્મીરના અવંતિપોરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી CRPFના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આ જવાનો શહીદ થયા હતા. જેમને મદદ કરવા માટે સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી રહી છે.

rajkot pulwama district terror attack