કચ્છમાં વધુ એક સેક્સકાંડ : માંડવી તાલુકાપંચાયતની સભ્યે BJPના યુવા નેતા પર બળાત્કારનો આરોપ મૂક્યો

20 February, 2017 07:38 AM IST  | 

કચ્છમાં વધુ એક સેક્સકાંડ : માંડવી તાલુકાપંચાયતની સભ્યે BJPના યુવા નેતા પર બળાત્કારનો આરોપ મૂક્યો


મહિલાએ કરેલી ફરિયાદ મુજબ ગયા વર્ષની ત્રીજી સપ્ટેમ્બરે તે ઘરમાં એકલી હતી ત્યારે BJPનો આ યુવા નેતા પાછળની દીવાલ કૂદીને ઘરમાં ઘૂસ્યો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એ વખતે બૂમાબૂમ કરી હોવા છતાં કોઈએ મદદ કરી ન હોવાનું અને પછી તે યુવાન ફોન કરીને પરેશાન કરતો હોવાનું પણ ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું.

પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આરોપ ફરિયાદી મહિલાએ મૂક્યો હતો. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ચારેક દિવસ પછી એ ઘટના વિશે પતિને જાણ કરતાં તેણે ઉશ્કેરાઈને મારી મારઝૂડ કરી હતી.