વડોદરાઃ 3 વર્ષમાં MSUને મળ્યું 105 કરોડનું ભંડોળ, મેળવી 19 પેટન્ટ

22 April, 2019 03:52 PM IST  |  વડોદરા

વડોદરાઃ 3 વર્ષમાં MSUને મળ્યું 105 કરોડનું ભંડોળ, મેળવી 19 પેટન્ટ

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ આ આંકડાઓનો ખુલાસો સ્પોન્સર્ડ પ્રોજેક્ટ અને રીસર્ચ એક્ટિવિટીઝ વિશે માહિતી આપતા સમયે આપ્યા છે. આ આંકડાઓ નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક(NIRF)ને આપવામાં આવ્યા છે.

તાજેતરમાં જ્યારે NIRF વર્ષ 2019 માટે ઑલ ઈન્ડિયા રેન્કિંગ જાહેર કર્યા હતા ત્યારે MSUનું નામ યુનિવર્સિટીની કેટેગરીમાં 100 થી 150માં હતું. જ્યારે ઑવરઓલ કેટેગરીમાં 150 થી 200માં હતું. ગયા વર્ષે આ યુનિવર્સિટીનું નામ ટોચની 200 યુનિવર્સિટીઓમાં પણ નહોતું.

યુનિ.ને મળી 19 પેટન્ટ્સ
NIRFના અહેવાલ પ્રમાણે 2015 અને 2017માં યુનિવર્સિટીના રીસર્ચસે કુલ 34 પેટન્ટ્સ માટે એપ્લિકેશન કરી હતી જેમાંથી 19 મંજૂર થઈ હતી. વર્ષ 2017માં સૌથી વધારે 16 પેટન્ટ્સ પબ્લિશ થઈ હતી અને સૌથી વધારે 14 મંજૂર થઈ હતી.

ગયા વર્ષે મળ્યું સૌથી વધુ ફંડ
વર્ષ 2015-16 અને 2017-18માં સ્પોન્સર કરવામાં આવેલા પ્રોજેક્ટ્સની સંખ્યા 147 હતી. જ્યારે વર્ષ 2017-18માં યુનિવર્સિટીને સૌથી વધારે ફંડ મળ્યું હતું. આ સમયે 46 પ્રોજેક્ટ માટે યુનિવર્સિટીને 48 કરોડ 20 લાખનું ફંડિંગ મળ્યું હતું.

vadodara gujarat