લોકસભા 2019: જાણો અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકને

04 April, 2019 12:59 PM IST  |  અમદાવાદ | ફાલ્ગુની લાખાણી

લોકસભા 2019: જાણો અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકને


2008માં અસ્તિત્વમાં આવેલી અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક મહત્વની છે. 2009માં અહીં પહેલી વાર લોકસભા ચૂંટણી થઈ હતી. આ બેઠક SC માટે અનામત છે.

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં કુલ 15 લાખ 34 હજાર 400 મતદાતાઓ છે. જેમાં 7 લાખ 33 હજાર 462 મહિલા અને 8 લાખ 933 પુરૂષ મતદાતા છે.

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

એલિસબ્રિજ- રાકેશ શાહ- ભાજપ
અમરાઈવાડી- હસમુખ પટેલ- ભાજપ
દરિયાપુર- ગ્યાસુદ્દીન શેખ- કોંગ્રેસ
જમાલપુર- ખાડિયા- ઈમરાન ખેડાવાલા- કોંગ્રેસ
મણિનગર- સુરેશ પટેલ- ભાજપ
દાણીલિમડા- શૈલેષ પરમાર- કોંગ્રેસ
અસારવા- પ્રદિપભાઈ પરમાર- ભાજપ

લોકસભા ચૂંટણીના પરિણામો

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના છેલ્લી બે લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

2008માં આ લોકસભા વિસ્તાર અસ્તિત્વમાં આવ્યો. 2009 અને 2014માં કિરીટભાઈ સોલંકી અહીંથી ચૂંટાયા. 2014 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઈશ્વરભાઈ મકવાણાને કિરિટભાઈએ 3 લાખ 20 હજારથી વધુ મતોથી હરાવ્યા.

આ પણ વાંચોઃ બેઠક બોલે છેઃ જાણો અમદાવાદ-પૂર્વ લોકસભા બેઠકને

જાણો અમદાવાદ પશ્ચિમના સાંસદને..

કિરીટભાઈ સોલંકી રાજ્યના જાણીતા સર્જન છે. કિરીટભાઈએ 38 વર્ષોથી ચિકિસ્તાના ક્ષેત્રમાં કામ કર્યું છે. 2009માં ભાજપે તેમને પહેલી વાર લોકસભા માટે ટિકિટ આપી અને કિરીટભાઈએ ભાજપના વિશ્વાસને સાર્થક કરીને બતાવ્યો. 2014માં પણ ભાજપે ફરી તેમને ટિકિટ આપી અને ફરી તેઓ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા.

Election 2019 gujarat news ahmedabad