બેઠક બોલે છેઃ જાણો અમદાવાદ-પૂર્વ લોકસભા બેઠકને

10 April, 2019 05:03 PM IST  |  અમદાવાદ | ફાલ્ગુની લાખાણી

બેઠક બોલે છેઃ જાણો અમદાવાદ-પૂર્વ લોકસભા બેઠકને

જાણો અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકને

યુનેસ્કો તરફથી જેને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે તે શહેર એટલે અમદાવાદ. અમદાવાદમાં બે લોકસભા બેઠકો આવે છે. અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ.અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. 2009માં પહેલીવાર અહીં લોકસભાની ચૂંટણી થઈ હતી. જેમાં હરીન પાઠક વિજેતા બન્યા હતા.

આ વારસો છે અમદાવાદની ઓળખ

અમદાવાદ પૂર્વમાં 16 લાખ 16 હજાર 832 મતદાતાઓ છે. જેમાં 8 લાખ 52 હજાર 765 પુરૂષ અને 7 લાખ 49 હજાર  57 મહિલા મતદાતાઓ છે.

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

વિધાનસભા બેઠક વિજેતા ઉમેદવાર પક્ષ
દહેગામ બલરાજસિંહ ચૌહાણ ભાજપ
ગાંધીનગર દક્ષિણ શંભુજી ઠાકોર ભાજપ
વટવા પ્રદીપસિંહ જાડેજા ભાજપ
નિકોલ જગદીશ પંચાલ ભાજપ
નરોડા બલરામ થાવાણી ભાજપ
ઠક્કરબાપા નગર વલ્લભ કાકડિયા ભાજપ
બાપુનગર હિંમતસિંહ પટેલ કોંગ્રેસ


લોકસભા ચૂંટણીના પરિણામો

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના છેલ્લી બે લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

અમદાવાદ લોકસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી. જેના પર 2009માં પહેલી વાર ચૂંટણી થઈ અને કોંગ્રેસના દીપક બાબરિયાને હરાવી ભાજપના હરિન પાઠક વિજેતા બન્યા. જેઓ 1989માં સતત સાત વાર અમદાવાદ લોકસભા બેઠકથી ચૂંટણી જીતી ચુક્યા છે.

2014માં ભાજપે જાણીતા અભિનેતા પરેશ રાવલને તક આપી અને તેઓ 3 લાખ 26 હજાર 633 મતથી તેઓ વિજેતા બન્યા.

જાણો અમદાવાદ પૂર્વના સાંસદને..

અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલ ગ્રેજ્યુએટ છે. વ્યવસાયે અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે.

પરેશ રાવલે અભિનયની શરૂઆત 1984માં કરી હતી. જે બાદ તેમની અભિનય ક્ષમતા સામે આવી. 1980 થી 1990 વચ્ચે તેઓ અનેક ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવી. અને તે બાદ કૉમેડી ભૂમિકાઓ કરી. પરેશ રાવલે લગભગ 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અને 2014માં તેમણે લોકસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું અને સફળતા મેળવી.

આ પણ વાંચોઃ બેઠક બોલે છેઃ જાણો ગાંધીનગર લોકસભા બેઠકને

2019ની રેસમાં કોણ?

2019 માટે ભાજપે એચ એચ પટેલને તક આપી છે. જ્યારે કોંગ્રેસે ગીતા પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

paresh rawal gujarat Gujarat BJP Gujarat Congress Loksabha 2019