આજથી ગીરમાં સિંહ-દર્શન શરૂ

16 October, 2012 05:13 AM IST  | 

આજથી ગીરમાં સિંહ-દર્શન શરૂ

ગુજરાત સરકારના ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના પ્રધાન મંગુભાઈ પટેલે કહ્યું હતું કે ‘આ સીઝન પાછલાં બે વર્ષથી વધુ સારી ગઈ હોવાના પુરાવાઓ મળ્યાં છે. કુલ ૪૮ સિંહણ પ્રેગ્નન્ટ હતી, જેણે એકથી ત્રણ બચ્ચાંઓનો જન્મ આપ્યો છે. સિંહમાં બાળમરણનું પ્રમાણ થોડું વધુ છે અને એ પછી પણ એવી ધારણા સરળતાથી મૂકી શકાય કે ૫૦ જેટલાં બચ્ચાંઓ અત્યારે નવાં ઉમેરાયાં છે.’

૨૦૦૯માં જ્યારે સિંહની વસ્તીગણતરી થઈ હતી ત્યારે ગીરમાં કુલ ૪૧૮ સિંહો હતા. એ પછી છેલ્લી ત્રણ સીઝન દરમ્યાન ગીરમાં અંદાજે નવા ૧૫૦ જેટલા સિંહો ઉમેરાયા છે, જ્યારે ૩ વર્ષમાં ૪૦ જેટલાં સિંહ-સિંહણનાં અપમૃત્યુ થયાં છે.

આ હિસાબે અત્યારે ગીરમાં સિંહની સંખ્યા અંદાજે ૫૨૮થી ૫૩૦ જેટલી હોવાની ધારણા મૂકવામાં આવે છે.