કચ્છના રાપરમાં દોઢ ઇંચ વરસાદ

10 August, 2019 07:30 AM IST  |  કચ્છ

કચ્છના રાપરમાં દોઢ ઇંચ વરસાદ

ઉત્તર–પશ્ચિમ બંગાળની ખાડી, પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના કિનારા પાસે છવાયેલો  લો-પ્રેશરનો પટ્ટો નબળો પડી ગઈ કાલે ડીપ્રેશનમાં પરિવર્તિત થયું હતું. આ ડિપ્રેશનને પગલે રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છના પ્રવેશદ્વાર વાગડ પંથકના રાપર શહેર ઉપરાંત રાપર તાલુકામાં મેઘરાજાએ જોરદાર વરસાદ વરસાવતા દોઢ ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું તેની સાથે જ રાપર તાલુકો અછત મુકત બન્યો હતો. જયારે ભુજ અને નખત્રાણા તાલુકામાં પણ ઝરમર ઝાપટા વરસતા સારા વરસાદની આશા લોકોમાં જીવંત બની છે.

પૂર્વ કચ્છના રાપર તાલુકામાં આજે દોઢ ઈંચ વરસાદ વરસતા રાપર તાલુકો અછતમુકત બન્યો છે.

હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે સવારથી જ જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.

આ પણ વાંચોઃ ખેડાનું મહુધા પાણી-પાણી

વરુણદેવ મન મૂકીને વરસતા દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી જતા માર્ગો પરથી જોશભેર પાણી વહી નિકળ્યા હતા. તાલુકાના ઉમૈયા, ભીમાસર, ભુટકીયા, આડેસર, ગાગોદર સહિતના વિસ્તારોમાં વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. આ વરસાદ ખેતી માટે પણ આશીર્વાદ રૂપ હોઈ ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી. વાવણી થયેલા પાક માટે આ વરસાદ કાચા સોના સમાન સાબિત થશે.

Gujarat Rains kutch bhuj