ગુજરાતી મીડિયમમાં ભણેલા રાજકોટના કૃણાલ પટેલને ગૂગલમાં મળી વાર્ષિક ૧.૪૦ કરોડની જૉબ

09 November, 2014 05:01 AM IST  | 

ગુજરાતી મીડિયમમાં ભણેલા રાજકોટના કૃણાલ પટેલને ગૂગલમાં મળી વાર્ષિક ૧.૪૦ કરોડની જૉબ




રશ્મિન શાહ


રાજકોટમાં રહેતા અને અત્યારે ગોવામાં MSc કરી રહેલા કૃણાલ પટેલને ગૂગલ કંપની દ્વારા કંપનીના ગ્લોબલ હેડક્વૉર્ટરમાં એક્સક્લુઝિવ સૉફ્ટવેર એન્જિનિયરની વર્ષે ૧.૪૦ કરોડ રૂપિયાની સૅલરી સાથેની જૉબ ઑફર થઈ છે જે કૃણાલે સ્વીકારી લીધી છે અને હવે તેણે ૨૦૧૫ના ઑક્ટોબરમાં એ જૉબ જૉઇન કરવાની રહેશે. એ પહેલાં કૃણાલને છ મહિના માટે કંપનીના બૅન્ગલોર ડિવિઝનમાં ટ્રેઇનિંગ આપવામાં આવશે. કંપની કૃણાલને રહેવા માટે એક ફ્લૅટ પણ આપશે. થ્રૂ-આઉટ ગુજરાતી મીડિયમમાં ભણેલા કૃણાલે કહ્યું હતું કે જે સર્ચ એન્જિનમાં હું મારી જરૂરિયાત શોધી રહ્યો હતો એ જ સર્ચ એન્જિનમાં મને જૉબ મળી એ વાત મારા માટે સૌથી મહત્વની છે.

ગૂગલ દ્વારા દર વર્ષે સાયન્સ સ્ટુડન્ટ માટે એક ઑનલાઇન ટેસ્ટ લેવામાં આવે છે. એ ટેસ્ટમાં કૃણાલ દેશમાં બીજો અને વિશ્વમાં આઠમા નંબર આવ્યો હતો, જેના પરિણામરૂપે તેને આ જૉબ ઑફર કરવામાં આવી છે.

કૃણાલનાં મમ્મી વષાર્બહેન અને પપ્પા કિશોરભાઈ બન્ને જયપુરમાં વેકેશન ગાળવા ગયાં છે. કિશોરભાઈ મેડિકલ ઇન્સ્ટ%મેન્ટ્સના રિપેરિંગનું કામ કરે છે.