BJPના નેતા નહીં, પ્રધાનો પણ GPPમાં આવવા તૈયાર : કેશુભાઈ

13 November, 2012 06:14 PM IST  | 

BJPના નેતા નહીં, પ્રધાનો પણ GPPમાં આવવા તૈયાર : કેશુભાઈ



ડિસેમ્બર મહિનામાં આવી રહેલા ગુજરાત વિધાનસભાના ઇલેક્શન પહેલાં બીજેપી છોડીને જીપીપીમાં જૉઇન થવા માટે બીજેપીના માત્ર નેતા અને કાર્યકર્તા જ નહીં, કેટલાક પ્રધાનો સુધ્ધાં તૈયાર છે એવું ગઈ કાલે કેશુભાઈ પટેલે જાહેર કર્યું હતું. કેશુભાઈ પટેલની આ જાહેરાતની સાથે જ બીજેપીમાં વિસ્ફોટ થઈ ગયો હતો અને બીજેપીના સિનિયર નેતાઓએ દિવાળીની રજા પડતી મૂકીને ગઈ કાલે સાંજે ઇમરજન્સી મીટિંગ બોલાવી પડી હતી. કેશુભાઈ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રધાનો સહિત કુલ ૪૨ મોટાં માથાંઓ અત્યારે જીપીપીમાં આવવા તલપાપડ છે, પણ મેં તેમને રોકી રાખ્યા છે અને સલાહ આપી છે કે આ ઘર તમારું જ છે, પણ પહેલાં ત્યાંના લોકોને ઉઘાડા પાડો પછી અહીં આવો.’

કેશુભાઈ પટેલની જીપીપીમાંથી ઇલેક્શન લડવા માટે ગુજરાતમાંથી ૩૦૧૨ લોકોએ તૈયારી દેખાડી છે, પણ કેશુભાઈ પટેલની ઇચ્છા છે કે કૉન્ગ્રેસ અને બીજેપીના કૅન્ડિડેટનું લિસ્ટ જાહેર થાય અને બન્ને પાર્ટીના કાર્યકર્તાઓનો અસંતોષ બહાર આવી જાય એ પછી જીપીપીનું લિસ્ટ જાહેર કરવું. કેશુભાઈ પટેલે કહ્યું હતું કે ‘અમે અત્યારે અલગ-અલગ સ્ટ્રૅટેજી પર કામ કરીએ છીએ, પણ આ બધી સ્ટ્રૅટેજી એક જ દિશામાં કામ કરે છે અને એ છે નેતૃત્વ પરિવર્તન. સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના આર્શીવાદ સાથે આ ઇલેક્શનમાં ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી જાય છે એ નક્કી છે.’