Bank Lockerમાં પૈસા મૂક્યા છે તો ચેક કરતા રહેજો, ઉધઇ ખાઇ ગઈ લાખો રૂપિયા

27 January, 2021 04:36 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Bank Lockerમાં પૈસા મૂક્યા છે તો ચેક કરતા રહેજો, ઉધઇ ખાઇ ગઈ લાખો રૂપિયા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય જાગરણ)

સામાન્ય રીતે લોકો બૅન્કના લૉકરમાં રાખેલા પૈસા, ઘરેણાં અને જરૂરી દસ્તાવેજોને સુરક્ષિત સમજે છે, પણ એવું નથી. જો તમે પણ બૅન્ક લૉકરમાં કોઇક વસ્તુ સુરક્ષિત છે તેવું સમજવાની ભૂલ કરી રહ્યા છો તો અલર્ટ થઈ જાઓ કારણકે ગુજરાતમાં બૅન્ક ઑફ બરોડાની એક બ્રાન્ચમાં અજીબ ઘટના સામે આવી છે, જેને જોઇને તમને પણ લાગશે કે બૅન્કના લૉકરમાં રાખવામાં આવેલી વસ્તુઓ પણ સુરક્ષિત નથી અને સમયાંતરે તેની તપાસ પણ કરતા રહેવી જોઇએ. હકીકતે બૅન્ક ઑફ બરોડામાં બૅન્ક લૉકરમાં રાખવામાં આવેલા બે લાખ રૂપિયાને ઉધઇ ખાઇ ગઈ. ગ્રાહકે જ્યારે પોતાનું બૅન્ક લૉકર ખોલ્યું તો તેને પોતાની આંખ પર વિશ્વાસ જ ન થયો કે લૉકરમાં આટલી સુરક્ષિતતા રાખ્યા પછી પણ પૈસાનો આ હાલ થઈ શકે.

સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વડોદરાના રહેવાસી કુતુબુદ્દીન દેસારવાલ સાથે થયેલી આ ઘટના પછી તે શૉકમાં છે. લૉકરમાં મૂકેલા તેમના બે લાખ રૂપિયા હવે કોઇપણ પ્રકારે કામ આવે તેમ નથી. બૅન્ક ઑફ બરોડાની આ બ્રાન્ચ ગુજરાતના વડોદરા શહેરના પ્રતાપનગરમાં આવેલી છે. હવે કુતુબુદ્દીને બૅન્કના લૉકરમાં રાખેલા રૂપિયા પર ઉધઇ લાગી જવાથી બૅન્ક ઑફ બરોડાના બૅન્ક મેનેજરને ફરિયાદ કરી. સાથે જ તેમણે માગ કરી કે તેમના નુકસાનની ભરપાઇ પણ કરવામાં આવે અને તેને બે લાખ રૂપિયા પરત કરવામાં આવે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો
બૅન્ક લૉકરમાં ઉધઇ દ્વારા ખવાઇ ગયેલા 2 લલાખ રૂપિયાનો શું હાલ થયો છે. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ઉધઇ બે લાખ રૂપિયાની નોટને કેવી રીતે ખાઇ ગઈ છે. વીડિયોમાં કુતુબુદ્દીન જણાવે છે કે કેવી રીતે તેમની આ પૂંજી બરબાદ થઈ ગઈ.

બૅન્ક કર્મચારીઓની બેદરકારી દેખાઇ
સાથે જ આ ઘટનાએ બૅન્ક કર્મચારીઓની બેદરકારી પણ દેખાઇ આવી. બૅન્ક પ્રબંધન હવે લૉકર રૂમમાં પેસ્ટ કન્ટ્રૉલિંગ કરાવવાની તૈયારી કરી રહ્યા છે. પણ આ ઘટના સામે આવ્યા પછી લોકો પોતાના લૉકરને લઈને પણ અલર્ટ થઈ ગયા છે. પ્રતાપનગર સ્થિત આ બ્રાન્ચમાં અન્ય લૉકરની પણ તપાસ કરવામાં આવી રહી છે કે ક્યાંક તેમના લૉકરમાં પણ ઉધઇએ નુકસાન તો નથી કરી દીધું ને...

vadodara gujarat