જૂનાગઢના કલેક્ટરની રાત્રે બહાર ન નિકળવા નાગાબાવાઓને વિનંતી

05 November, 2014 03:42 AM IST  | 

જૂનાગઢના કલેક્ટરની રાત્રે બહાર ન નિકળવા નાગાબાવાઓને વિનંતી



જેથી યાત્રાળુઓને કોઈ બીક લાગે નહીં. આલોકકુમાર પાન્ડેએ કહ્યું હતું, ‘એમનો દેખાવ અને એમની રીતભાત ડરાવી શકે એવી હોય છે. સોમવારે રાતે અનેક જગ્યાએથી આ પ્રકારની ફરિયાદ આવી એટલે અમે તેમને વિનંતી કરી છે. અગાઉ પણ આ પ્રકારની વિનંતી કરવામાં આવી છે અને તેમણે સ્વૈચ્છિક રીતે એ વિનંતી માન્ય પણ રાખી છે.’

સોમવારે વિધિપૂર્વક પરિક્રમા શરૂ થાય એ પહેલાં જ પરિક્રમા માટે અંદાજે ચાર લાખ લોકો જંગલમાં ઊતરી ગયા હતા, એ લોકોએ ગઈ કાલે યાત્રા પૂર્ણ કરી લીધી હતી; જ્યારે ૪,૦૮,૯૦૦ લોકોએ ગઈ કાલે યાત્રા શરૂ કરી હતી. એક જ દિવસમાં આટલા યાત્રાળુઓ જંગલમાં ઊતરતાં કોઈ મોટા શહેરની ગિરદીવાળું માર્કેટ હોય એ પ્રકારનું દૃશ્ય પરિક્રમાના માર્ગ પર જોવા મળતું હતું.

ચાર દિવસ અને ત્રણ રાતની આ પરિક્રમામાં આ વર્ષે અંદાજે દસ લાખ લોકો ભાગ લે એવી સંભાવના છે.

પહેલી વખત બંદૂક નહીં


સોમવારે રાતે બાર વાગ્યે વિધિપૂર્વક બંદૂકના ધડાકા સાથે શરૂ કરાવવામાં આવતી ગિરનાર પર્વતની લીલી પરિક્રમામાં આ વર્ષે પહેલી વખત બંદૂકનો ઉપયોગ ટાળવામાં આવ્યો હતો અને મંત્રોચ્ચાર વચ્ચે આ યાત્રા શરૂ કરાવવામાં આવી હતી. યાત્રાનો પ્રારંભ કરાવનારા મહામંડલેશ્વર વિશ્વાંભર કક્ષના ભારતીબાપુએ કહ્યું હતું, ‘જૂની પરંપરાઓ તોડવી જોઈએ. બંદૂક જેવા હિંસક હથિયારથી કોઈને પણ ઈજા થાય એના કરતાં હવેથી દર વર્ષે યાત્રા મંત્રોચ્ચાર સાથે શરૂ કરાવવાનું સંયુક્તપણે નક્કી કરવામાં આવ્યું છે.’