ગુજરાતમાં રેપ-કેસમાં સંડોવાયેલા BJPના વિધાનસભ્ય જીતી ગયા

25 December, 2012 03:49 AM IST  | 

ગુજરાતમાં રેપ-કેસમાં સંડોવાયેલા BJPના વિધાનસભ્ય જીતી ગયા



ચૂંટણીપ્રક્રિયાનું સંશોધન કરતી ગુજરાત ઇલેક્શન વૉચ નામની સંસ્થાના પ્રોફેસર જગદીપ ચોકરે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યોની વિગતો જાહેર કરતાં કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા ૧૮૨ ધારાસભ્યો પૈકી ૫૭ ધારાસભ્યોએ તેમની વિરુદ્ધ નોંધાયેલા ગુનાહિત કેસો જાહેર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે શહેરા મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા બીજેપીના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સામે બળાત્કારનો એક કેસ અને એક કેસ અપહરણનો ગુનો નોંધાયેલો જાહેર કર્યો છે. જેમાં તેઓ દોષમુક્ત છે તેવું જાહેર કર્યું છે, પરંતુ તેમની સામેના કેસો હજી ચાલુ છે.

પ્રો. ચોકરએ કહ્યું હતું કે ૫૭ ધારાસભ્યોએ તેમની સામે જુદા-જુદા ગુનાઓ નોંધાયેલા જાહેર કર્યા છે તેમાં કૉન્ગ્રેસના ૨૦ ધારાસભ્યો, બીજેપીના ૩૨ ધારાસભ્યો, એનસીપીના બે ધારાસભ્યો અને જેડીયુના એક ધારાસભ્યનો સમાવેશ થાય છે.