વિવેકાનંદ-દાઉદની તુલના બદલ નીતિન ગડકરી પર જામનગરમાં કેસ

07 November, 2012 06:14 AM IST  | 

વિવેકાનંદ-દાઉદની તુલના બદલ નીતિન ગડકરી પર જામનગરમાં કેસ

જામનગરના ઍડવોકેટ અને કૉન્ગ્રેસના સ્થાનિક પ્રવક્તા હર્ષદ ભટ્ટ દ્વારા કરવામાં આવેલી આ ફરિયાદમાં બીજેપીનાં રાષ્ટ્રીય પ્રવક્તા નિર્મલા સીતારામને પણ ગડકરીને સપોર્ટ કરી મદદ કરવાના આરોપસર ફરિયાદમાં સામેલ કરવામાં આવ્યાં છે. સોમવારે અમદાવાદ આવેલાં નિર્મલા સીતારામે ગડકરીના આ વિવાદાસ્પદ વિધાનના બચાવમાં એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે નીતિન ગડકરીની વાત સહેજ પણ ખોટી નથી. તેમણે જે કંઈ કહ્યું છે એ સત્ય વચન છે. ઍડવોકેટ હર્ષદ ભટ્ટે કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી વિવેકાનંદ યાત્રા કાઢે અને નીતિન ગડકરી વિવેકાનંદની બદનામી કરે એ ચલાવી ન લેવાય. નીતિન ગડકરી જો જાહેરમાં માફી નહીં માગે તો ગુજરાતનાં ગામેગામથી તેમની સામે કેસ કરવામાં આવશે.’

ગુજરાતમાં ઇલેક્શન આવી રહી છે અને આ કેસને ઇલેક્શન સાથે સીધો સંબંધ હોવાથી કેસને લાંબી મુદ્દત ન આપવી એવી ફરિયાદીની વિનંતી માન્ય રાખીને જામનગર ચીફ કોર્ટે આ કેસની હવે પછીની મુદ્દત બે દિવસ પછી એટલે કે નવમી નવેમ્બર અને શુક્રવારના દિવસની આપી છે.

આઇપીસી = ઇન્ડિયન પીનલ કોડ