દૂધ-ડ્રાયફ્રૂટ્સના જલારામબાપા

20 November, 2012 06:03 AM IST  | 

દૂધ-ડ્રાયફ્રૂટ્સના જલારામબાપા

૬૭ કિલો વજનની આ કેક બનાવવા માટે દૂધ, ઘી, ખાંડ અને ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્રણ દિવસની મહેનતથી બનેલી આ કેકમાં જલારામબાપા ૨૫ કિલો વજનના છે, જ્યારે તેમની નીચેનો જમીનનો ભાગ ૪૨ કિલો વજનની કેકથી બન્યો છે. પોતાની ડેરી અને સ્વીટ શૉપ ધરાવતા કનુભાઈ પટેલે એકવીસ વર્ષ પહેલાં માનતા માની હતી કે જો તેમની દુકાન બનશે તો તે દર વષેર્ જલારામ જન્મજયંતીના દિવસે દૂધની કેક બનાવી બાળકોને પ્રસાદી તરીકે ખવડાવશે. આ માનતા લીધાના એક વર્ષ પછી કનુભાઈની દુકાન થતાં તેમણે કેક બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેમણે સામાન્ય દૂધની કેક જેવી કેક બનાવી હતી, પણ પછી બાળકોને પણ ગમે એવા આકારમાં કેક બનાવવાનું શરૂ કર્યું. ગયા વષેર્ તેમણે વીરપુરમાં આવેલા જલારામબાપાના મંદિરના આકારની કેક બનાવી હતી તો આ વષેર્ તેમણે જલારામબાપાના આકારની જ કેક બનાવી છે. એક્ઝેક્ટ આકારની કેક બનાવવા માટે કનુભાઈએ કેક બનાવવાના ક્લાસ પણ કર્યા હતા. જોકે આ ક્લાસ કર્યા પછી તેમણે આકૃતિવાળી કેક બનાવવાનું કામ પહેલી વાર આ વખતે કર્યું અને જલારામબાપાની કેક બનાવી. કનુભાઈ કહે છે, ‘આ કળા હું ખાલી બાપા માટે શીખ્યો છું, જે હું બીજા કોઈ માટે વાપરવાનો નથી, પણ ખાલી જલારામબાપાને માટે જ વાપરીશ.’

આજે સાંજે આ કેક રાજકોટના આનંદનગર વિસ્તારમાં આવેલા જલારામ મંદિરે કાપવામાં આવશે અને એ પછી મંદિરે આવનારાં બાળકોને આ કેકનું વિતરણ કરવામાં આવશે.