જલારામ જયંતી નિમિત્તે બાપાને ચડાવવામાં આવશે ૭૭૭ ફૂટ લાંબી ધજા

19 November, 2012 07:14 AM IST  | 

જલારામ જયંતી નિમિત્તે બાપાને ચડાવવામાં આવશે ૭૭૭ ફૂટ લાંબી ધજા

૨૭ દિવસની મહેનત પછી તૈયાર થયેલી આ ધજાને ફોલ્ડ કર્યા વિના વીરપુર પહોંચાડવાની હોવાથી રઘુવંશી સમાજે પદયાત્રા દ્વારા ધજા વીરપુર પહોંચાડવાનું નક્કી કર્યું છે. એ અંતર્ગત ગઈ કાલે જામનગરમાંથી પદયાત્રા શરૂ થઈ હતી. ૧૧૧૧ લોકો દ્વારા પદયાત્રા થકી આ ધજાને જામનગરથી વીરપુર પહોંચતાં બે દિવસ લાગશે. રઘુવંશી સમાજના અગ્રણી નેતા જયંતી પાબારીએ કહ્યું હતું કે બાપાના ધામમાં આ ધજા પહોંચશે નહીં ત્યાં સુધી કોઈ જમશે નહીં, ધજા ચડાવ્યા પછી જ બધા પદયાત્રીઓ ઉપવાસ છોડશે.

૭૭૭ ફૂટ લાંબી આ ધજા બનાવવા માટે કુલ ૨૭૫ મીટર કાપડ વપરાયું છે. આ કાપડ ખરીદવામાં નથી આવ્યું કે ધજા બનાવવા માટે પણ કોઈ મજૂરી ચૂકવવામાં નથી આવી. કાપડ વેચતા રઘુવંશી વેપારીઓએ ધજા બનાવવા માટે કાપડ ફ્રી આપ્યું હતું, જ્યારે રઘુવંશી બહેનોએ ધજા બનાવવાનું કામ સંભાળી લીધું હતું.