મહિલા દિવસ પર ગૂગલે ડૂડલના માધ્યમથી સ્ત્રીશક્તિને કરી સલામ

08 March, 2019 10:14 AM IST  |  નવી દિલ્હી

મહિલા દિવસ પર ગૂગલે ડૂડલના માધ્યમથી સ્ત્રીશક્તિને કરી સલામ

ગૂગલે બનાવ્યું ખાસ ડૂડલ

દુનિયાભરમાં આજે મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. આ વર્ષની ખાસ થીમ છે 'બેલેન્સ ફોર બેટર'. દુનિયાભરમાં મહિલા દિવસ પર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. અને આ જ કડીમાં ગૂગલે પણ એક ખાસ ડૂડલ બનાવ્યું છે. જેમાં સ્લાઈડ શૉના માધ્યમથી અલગ-અલગ ભાષાઓમાં મહિલાઓ સાથે જોડાયેલા ક્વૉટ્સ લખવામાં આવ્યા છે. એમાં એક હિંદી ક્વૉટ પણ છે. જેમાં લખવામાં આવ્યું છે કે આપણે એટલા અનમોલ છીએ કે નિરાશા ક્યારેય આપણા દિલો-દિમાગમાં ન આવવી જોઈએ. આ ક્વૉટ મેરી કોમનો છે.

ક્યારથી શરૂ થઈ ઉજવણી?
સૌથી પહેલા અમેરિકામાં 8 માર્ચ 1909માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવ્યો હતો. સોશલિસ્ટ પાર્ટી ઑફ અમેરિકાએ ન્યૂયૉર્કમાં 1908માં ગારમેંટ વર્કર્સની હડતાલને સન્માન આપવા માટે આ દિવસની ઉજવણી શરૂઆત કરી હતી. યૂરોપમાં મહિલાઓએ 8 માર્ચે પીસ એક્ટિવિસ્ટને સપોર્ટ કરવા માટે રેલીઓ કરી હતી. આધિકારીક રીતે યૂનાઈટેડ નેશન્સે આઠ માર્ચને મહિલા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

આ પણ વાંચોઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2019: મળો ઑલરાઉન્ડર આર્ટિસ્ટ ચૌલા દોશીને

મહિલાઓની આર્થિક, રાજનૈતિક અને સામાજિક ઉપલબ્ધિઓના ઉત્સવના રૂપમાં આ દિવસ મનાવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય    મહિલાઓની સમાનતા માટે અવાજ ઉઠાવવાનો છે. તમામ વિકસિત અને વિકાસશીલ દેશોમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

womens day