ગુજરાતને જલ્દી જ મળશે નવી સુપરફાસ્ટ ટ્રેનો, અહીં વાંચો આખી યાદી

24 April, 2019 04:33 PM IST  |  નવી દિલ્હી

ગુજરાતને જલ્દી જ મળશે નવી સુપરફાસ્ટ ટ્રેનો, અહીં વાંચો આખી યાદી

ભારતીય રેલવે શરૂ કરશે નવી ટ્રેનો

ભારતીય રેલવે પોતાના મુસાફરો માટે એક પછી એક જાહેરાતો કરી રહ્યું છે. ભારતીય રેલવેએ આ વર્ષે અનેક નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. રિપોર્ટમાં પુષ્ટિ કરવામાં આવી છે કે જલ્દી જ ભારતીય રેલવે હમસફર એક્સપ્રેસ, અંત્યોદય એક્સપ્રેસ અને ઉદય એક્સપ્રેસની કેટલીક વધુ ટ્રેનો શરૂ કરશે. જેનો લાભ ગુજરાતને પણ મળવા જઈ રહ્યો છે.

2019નું વર્ષ ભારતીય રેલવે માટે સારું રહ્યું છે. આ ટ્રેનના આવવાથી મુસાફરોને રાહત રહેશે. રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર વર્ષ 2019-20માં કોચના ઉત્પાનનું લક્ષ્ય હમસફર એક્સપ્રેસ માટે 200 અને અંત્યોદય માટે 100 નક્કી કરવામાં આવ્યું છે. એનો આ મતલબ છે કે વર્ષ 2019-20માં 10 હમસફર ટ્રેન શરૂ કરવામાં આવશે અને 5 અંત્યોદય ટ્રેન ચલાવવામાં આવશે. આ તમામ ટ્રેનો આધુનિક સુવિધાઓ સાથે આવશે.

જાણો નવી શરૂ થનારી ટ્રેનની યાદી
બાંદ્રા ટર્મિનસ- જામનગરઃ હમસફર એક્સપ્રેસ
ઉધના- પાલડી મેમૂ સ્પેશિયલ
ઉધના- નંદુરબાર મેમૂ સ્પેશિયલ
વડોદરા- રીવા સાપ્તાહિક મહામના એક્સપ્રેસ
યશવંતપુર- શિવમોગ્ગા ટાઉન જનશતાબ્દી એક્સપ્રેસ
યશવંતપુર- મંગલુરુ સેંટ્રલ ત્રિ- સાપ્તાહિક એક્સપ્રેસ
યશવંતપુર- એચ. નિઝામુદ્દીન સાપ્તાહિક એક્સપ્રેસ
ટાટાનગર- બાદમપહર ડેમૂ પેસેંજર ટ્રેન
તેલંગાણાના શહેરોને ટ્રેન
સિલઘાટ ટાઉન- તાંબરમ નાગાંવ એક્સપ્રેસ
રાંચી- પટના એસી સાપ્તાહિક એક્સપ્રેસ
પટના- બનાસવાડી હમસફર સાપ્તાહિક એક્સપ્રેસ
પુણે- નાગપુર હમસફર એક્સપ્રેસ
પુણે-અજની સુપર ફાસ્ટ હમસફર એક્સપ્રેસ
નવી દિલ્હી- વારાણસી વંદે ભારત એક્સપ્રેસ
નેલ્લોર- મૂર માર્કેટ કોમ્પલેક્સ મેમૂ ટ્રેન
એલટીટી- મડગાંવ એસી ડબલ ડેકર એક્સપ્રેસ
કોલકાતા- સિલઘાટ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો
ઈંદોર-બિકાનેર એક્સપ્રેસ
હુબલી- ગંગાવતી પેસેંજર સ્પેશિયલ
હુબલી- મૈસુરુ વિશ્વમનવા એક્સપ્રેસ
ચેન્નઈ એગ્મોર- કોલ્લમ એક્સપ્રેસ
ચેન્નઈ એગ્મોર- મદુરૈ તેજસ એક્સપ્રેસ
ચેન્નઈ- મૈસુરુઃ એક્સપ્રેસ ટ્રેન
બનાસવાડી-પટનાઃ સાપ્તાહિક હમસફર એક્સપ્રેસ
આરા- રાંચીઃ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો
આનંદ વિહાર(ટી)-મધુપુરઃ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન

આ પણ વાંચોઃ બુલેટ ટ્રેનનું કામ શરૂ કરતાં પહેલાં એની થાણે ખાડી પરની અસરનો અભ્યાસ કરવા આદેશ

indian railways gujarat