ગુજરાત કે મહારાષ્ટ્રમાં ઇન્ડિયન ઑઇલ સ્થાપશે ૩૦ હજાર કરોડની રિફાઇનરી

28 November, 2012 05:37 AM IST  | 

ગુજરાત કે મહારાષ્ટ્રમાં ઇન્ડિયન ઑઇલ સ્થાપશે ૩૦ હજાર કરોડની રિફાઇનરી



આઇઓસીના ડિરેક્ટર (રિફાઇનરીઝ) રાજકુમાર ઘોષે ગઈ કાલે દિલ્હીમાં કહ્યું હતું કે ગુજરત કે મહારાષ્ટ્રમાં રિફાઇનરી સ્થાપવાની યોજના છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અદાણી જૂથે આ માટે કચ્છના મુન્દ્રામાં જમીન પણ ઑફર કરી છે, તો શાપુરજી પાલનજી ગ્રુપે સૌરાષ્ટ્રમાં રિફાઇનરી સ્થાપવા જમીનની ઑફર કરી છે. આઇઓસી કુલ સાત રિફાઇનરી ધરાવે છે. હવે કંપનીની યોજના પશ્ચિમ કાંઠે ૧.૫ કરોડ ટનની ક્ષમતા ધરાવતી વધુ એક રિફાઇનરી સ્થાપવાની છે. ગુજરાતના જ કોયલીમાં આઇઓસીની એક રિફાઇનરી આવેલી છે. જોકે મહારાષ્ટ્રમાં એક પણ રિફાઇનરી નથી.