કચ્છના સફેદ રણમાં વાયુ સેનાની ટીમના કરતબથી રોમાંચિત થયા સહેલાણીઓ

01 February, 2025 01:28 PM IST  |  Bhuj | Gujarati Mid-day Correspondent

આકાશમાં રોલ કરવા ઉપરાંત ઊંધી ઉડાન ભરી હતી તેમ જ અપ્સ-ડાઉન્સ સાથેનાં કરતબ દર્શાવ્યાં હતાં.

કચ્છના સફેદ રણમાં ગઈ કાલે ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ ઍરોબૅટિક ટીમ દ્વારા ઍર શો યોજાયો

ગુજરાતના ઘરેણા સમાન વિશ્વવિખ્યાત કચ્છના સફેદ રણમાં ગઈ કાલે ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ ઍરોબૅટિક ટીમ દ્વારા ઍર શો યોજાયો હતો. ધોરડોના સફેદ રણના આકાશમાં  લગભગ અડધો કલાક સુધી સૂર્ય કિરણ ઍરોબૅટિક ટીમે અવનવાં ફૉર્મેશન રચવા સહિતનાં હેરતઅંગેજ કરતબ દેખાડીને ઉપસ્થિત સૌને દંગ કરી દીધા હતા. આકાશમાં રોલ કરવા ઉપરાંત ઊંધી ઉડાન ભરી હતી તેમ જ અપ્સ-ડાઉન્સ સાથેનાં કરતબ દર્શાવ્યાં હતાં. આ ઉપરાંત ભારતીય વાયુસેનાની જાંબાઝ ટીમે આકાશમાં દિલ બનાવીને ગુજરાતને પોતાનો પ્યાર બતાવ્યો હતો. સફેદ રણ જોવા આવતા સહેલાણીઓ ઉપરાંત સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ દિલધડક ઍર શોથી સૌ રોમાંચિત થઈ ઊઠ્યા હતા. આજે પણ સફેદ રણમાં ઍર શો યોજાશે.

kutch rann of kutch indian air force gujarat gujarat news news