કોંગ્રેસ નેતા અહેમદ પટેલના અંગત કુરૈશીના ઘર પર આવકવેરા વિભાગના દરોડા

09 April, 2019 02:32 PM IST  |  નવી દિલ્હી

કોંગ્રેસ નેતા અહેમદ પટેલના અંગત કુરૈશીના ઘર પર આવકવેરા વિભાગના દરોડા

અહેમદ પટેલના નજીકના સાથીને ત્યાં દરોડા

દિલ્હીની ગીતા કૉલોનીના તાજ એંક્લેવમાં આવકવેરા વિભાગ સોમવાર મોડી સાંજથી કોંગ્રેસના નેતા અહેમદ પટેલના નજીકના એમએસ મોઈન કુરૈશીને ત્યાં તપાસ કરી રહ્યો છે. 20 કલાક બાદ પણ આ તપાસ ચાલુ છે. જ્યાં મીડિયાને જવાની અનુમતિ નથી આપવામાં આવી.

કુરૈશી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય કાર્યાલયમાં કર્મચારી છે. વિભાગને સૂચના મળી હતી કે કુરૈશીએ કોંગ્રેસના નેતાઓના 20 થી 30 કરોડ રૂપિયા છુપાવ્યા છે. આ પૈસાનો ઉપયોગ ચૂંટણીમાં થવાનો હતો. દરોડા વચ્ચે રાત્રે લગભગ 10 વાગ્યે ખુદ અહેમદ પટેલ કુરૈશીના ઘરે પહોંચ્યા.

વિભાગે કુરૈશીના ઘરમાંથી અનેક દસ્તાવેજો જપ્ત કર્યા છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. ખબરને કવર કરવા ગયેલા મીડિયાકર્મીઓ સાથે ત્યાંના સ્થાનિક લોકોએ મારામારી પણ કરી, જેમાં એક મહિલા પત્રકાર પણ સામેલ છે. લોકોએ કેમેરો તોડવાનો પ્રયાસ કર્યો અને તેને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ પણ કર્યો. સૂચના પર પોલીસ પહોંચી અને જેમતેમ મીડિયાકર્મીઓને બચાવ્યા. હાલ વિસ્તારમાં અર્ધસૈનિક બળોને તહેનાત કરવામાં આવ્યા છે.

સોમવારે સાંજે છ વાગ્યા આસપાસ કુરૈશીના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. વિભાગે આ કાર્રવાઈને બેહદ ગુપ્ત રાખવામાં આવી હતી. તેની જાણકારી સ્થાનિક પોલીસને પણ નહોતી આપવામાં આવી.

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશના CM કમલનાથના નજીકના લોકો પર આવકવેરા વિભાગના દરોડા

સૂત્રોથી જાણકારી મળી છે કે કેટલાક દસ્તાવેજો મળ્યા છે. રોકડને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી થઈ. આ દરોડાથી કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે, જણાવવામાં આવી રહ્યું છે કે કુરૈશી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયમાં કર્મચારી છે. ઉતાવળમાં રાતના દસ વાગ્યે કોંગ્રેસના નેતા અહેમદ પટેલ ખુદ કુરૈશીના ઘરે પહોંચ્યા હતા.

congress Loksabha 2019