ભગવાન ભારડના સસ્પેન્સન પર કોંગ્રેસનું ધરણા પ્રદર્શન

06 March, 2019 10:04 PM IST  | 

ભગવાન ભારડના સસ્પેન્સન પર કોંગ્રેસનું ધરણા પ્રદર્શન

રાજ્યમાં અનેક જગ્યીએ વિરોધ પ્રદર્શન

ગુજરાત કોંગ્રેસ અને તલાલાના ધારાસભ્યને સસ્પેન્ડ કરાયાબાદ કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સુત્રાપાજા કોર્ટે ખનીજ ચોરીના મામલે દોષી જાહેર કર્યા હતા અને આ મામલે ભગવાન બારડને 2 વર્ષ અને 9 મહિનાની સજા ફટકારવામાં આવી હતી. આ સાથે 2,500 રુપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટના નિર્ણય બાદ ભગવાન બારડને વિધાનસભા અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો.

રાજ્યના તમામ જિલ્લા મથકો પર કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે આ બાબતે આવેદન પત્ર કલેક્ટરને સોપાયુ હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી બહાર સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા. રાજકોટના આગેવાનો ગાયત્રીબા વાધેલા, અશોકસિંહ વાધેલા સહિત અન્ય કાર્યકરોએ કલેક્ટર કચોરી આગળ ધરણા ધર્યા હતા.

સુત્રાપાડાની કોર્ટમાં ઘણા સમયથી આ કેસ ચાલી રહ્યો હતો જેને લઈને કોર્ટે સજા ફટકારી હતી. સજાને કારણે વિધાનસભા અધ્યક્ષે તેમના ધારાસભ્ય પદને ગેરકાયદે ગણતા તેમને સસ્પેન્ડ કર્યા હતા.