ગુજરાત: ગાયની હત્યા કરવા પર 10 વર્ષની સજા, 1 લાખ દંડ

08 July, 2019 09:23 PM IST  | 

ગુજરાત: ગાયની હત્યા કરવા પર 10 વર્ષની સજા, 1 લાખ દંડ

ગાયની હત્યા કરવા પર 10 વર્ષની સજા

ધોરાજીમાં ગાયની હત્યાના આરોપીને કોર્ટે દસ વર્ષની સજા સંભળાવી છે આ સાથે જ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દેશનો પહેલો કિસ્સો છે જ્યારે અપરાધીને ગાયની હત્યા કરવા પર આ પ્રકારની સખત સજા ફટકારવામાં આવી છે. ધોરાજીના સત્તાર કલિયા નામની વ્યક્તિએ આ વર્ષે જાન્યુઆરીમાં ફરીયાદ નોંધાવી હતી કે, સલીમ નામના વ્યક્તિએ તેની ગાય ચોરી હતી અને પોતાની પુત્રીના લગ્નમાં ગાયોની હત્યા કરીને તેનુ ભોજન પિરસ્યું હતું.

ધોરાજીના અતિરિક્ત જિલ્લા અને સંત્ર ન્યાયાધીશે શનિવારે ગવાહો અને ફોરેન્સિક રિપોર્ટ પર વિચાર કર્યા પછી ગુજરાત પશું સંરક્ષણ અધિનિયમ 2017 અંતર્ગત આરોપી સલીમ મકરાનીને 10 વર્ષની સજા ફટકારી હતી. આ સાથે તેને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભાજપે જૂનાગઢ મનપાની ચૂંટણીમાં બુટલેગરની પત્નીને બનાવ્યા ઉમેદવાર

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગાયોની હત્યાના કેસ ચલાવવામાં આવ્યા છે જો કે કોઈ પણ કેસમાં આજ સુધી કોઈને સજા ફટકારવામાં આવી નથી. ગુજરાત સરકારે જુન 2017માં ગૌવંશ હત્યા કાનૂનને મજબુત બનાવવા માટે બિલ પાસ કર્યું છે. આ બિલ અનુસાર જો કોઈને ગાયની હત્યા માટે દોશી જાહેર કરવામાં આવે તો તેને 10 વર્ષની જેલ કે ઉમ્રકેદની સજા થઈ શકે છે. આ સિવાય તેને દંડ પણ ભરવો પડી શકે છે. આ દંડ 5 લાખ રૂપિયા સુધી ભરવો પડી શકે છે.

gujarati mid-day gujarat