સૌરાષ્ટ્રમાં રાજકોટવાસીઓ સૌથી વધુ શેકાયું, 46.56 ડિગ્રી તાપમાન નોંધાયું

10 June, 2019 09:05 AM IST  |  રાજકોટ

સૌરાષ્ટ્રમાં રાજકોટવાસીઓ સૌથી વધુ શેકાયું, 46.56 ડિગ્રી તાપમાન નોંધાયું

રાજકોટમાં ગરમીથી લોકો અકળાયા

રાજ્યભરમાં અત્યારે ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં પણ ગરમીનો પ્રકોપ વધુ જોવા મળ્યો હતો. છેલ્લા 1 અઠવાડિયાથી અસહ્ય ગરમીને કારણે લોકો પણ અકળાયા છે. સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં 44 ડિગ્રીને પાર ગરમીનો પાર જતો રહ્યો છે. ત્યારે રાજકોટ સૌથી વધુ સિઝનનું આજે રવિવારે તાપમાન નોંધાયું છે. રાજકોટ ત્રિકોણબાગ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કરેલા આંકડા પ્રમાણે 46.56 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મનપાએ પણ ગરમીમાં બપોરના ઘરની બહાર કામ સિવાય ન નીકળવાની અપીલ કરી છે.


શહેરાં અસહ્ય ગરમીને કારણે બપોરે કર્ફ્યું જેવો માહોલ
રાજકોટમાં રેકોર્ડ બ્રેક ગરમી આજે નોંધાતા લોકો ઘરની બહાર નીકળ્યા નહોતા. તેમજ બપોરના સમયે શહેરના રાજમાર્ગો સુમસામ લાગતા હોય તેમ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. તેમજ મનપાએ પણ ગરમીમાં વધારેમાં વધારે પાણી અને લીંબુ સરબત પીવાની અપીલ લોકોની કરી છે.



ભાવનગરમાં ગરમીથી 1 વ્યક્તિનું મોત
ભાવનગરમાં એક ગરમીને કારણે વધુ એક વ્યક્તિનું મૃત્યું થયું હોવાની માહિતી મળી હતી. મળતી માહિતી પ્રમાણે ભવનગરના કુંભારવાડા વિસ્તારના વાયબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા અલંગના ડેલામાં કામ કરતા સમયે એક મજૂરને લૂ લાગતા બેભાન થઇ ગયો હતો. બેભાન થઇને જમીન પર પડી ગયો હોવાથી આસપાસના લોકોએ તરત જ 108ને જાણ કરી. ઘટના સ્થળે પહોંચી 108ના સ્ટાફ દ્વારા જ્યારે તેની તપાસ કરવામાં આવી દરમિયાન તે મૃત્યુ પામ્યો હોવાનું ડૉક્ટરે જણાવ્યું.

rajkot gujarat