હવે બાય પ્લેન દર્શન કરવા જવાશે અંબાજી, પાલિતાણા અને દ્વારકા

28 December, 2011 05:16 AM IST  | 

હવે બાય પ્લેન દર્શન કરવા જવાશે અંબાજી, પાલિતાણા અને દ્વારકા



અમદાવાદ: આ સ્થળો સહિત ગુજરાતમાં કુલ ૧૧ નવાં ઍરર્પોટ્સ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં ગઈ કાલે નાગરિક ઉડ્ડયન વિભાગની પરામર્શ સમિતિની બેઠક નાગરિક ઉડ્ડયન રાજ્યપ્રધાન સૌરભ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. તેમણે કહ્યું હતું કે ‘ગુજરાતના ભાવિ વિકાસને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે ગુજરાતમાં નવાં ૧૧ ઍરર્પોટ્સ સ્થાપવાનું નક્કી કર્યું છે. એ પૈકી પ્રથમ તબક્કે પાલિતાણા, અંબાજી, દ્વારકા અને અંકલેશ્વરમાં ઍરર્પોટના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભવિષ્યમાં ગુજરાતમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે નાગરિક ઉડ્ડયન સુવિધાના વિકાસની શ્રેષ્ઠ તકો રહેલી છે એને ધ્યાનમાં રાખીને નવાં ઍરર્પોટનો વિકાસ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતના વિશાળ દરિયાકિનારાને ધ્યાનમાં રાખીને દરિયામાં રનવે તૈયાર કરવા ફ્લોરિંગ જેટીના નિર્માણની શક્યતાને પણ ચકાસવામાં આવી રહી છે.’