વડોદારમાં મેઘરાજાનું આગમન, વાવાઝોડા સાથે ભારે વરસાદથી વૃક્ષો ધરાશાયી

17 June, 2021 03:09 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

. વડોદરા શહેરમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડયો હતો. શહેરમાં અડધા કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

પ્રતીકાત્મક ફોટો

ગુજરાતમાં બુધવારે અમદાવાદ અને આજે વડોદરામાં વરસાદ વરસ્યો હતો.  વડોદરા શહેરમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડયો હતો. શહેરમાં અડધા કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદ વરસતા જનજીવન ખોરવાયું હતું. 


ભારે વરસાદને કારમે શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા.  કેટલીક જગ્યાએ તો ઝાડ પડવાથી વાહનો દબાઇ ગયા હતા. તો બીજી બાજુ અનેક સ્થળોએ ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતાં. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી બાદ વરસાદનું આગમન થતાં ઠંડક પ્રસરી હતી. 

વડોદરામાં મેઘરાજાના આગમન સાથે વાતાવરણ ઠંડુ બન્યું હતું. વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાડ પડવાથી વૃક્ષો ધરાશાયી થયા હતા અને હોર્ડિગ્સ પણ પડી ગયા હતાં. હોર્ડિગ્સ તુટી પડવાને કારણે  ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ હતી. શહેરના રાવપુરા, માંડવી, ન્યાયમંદિર, કારેલીબાગ, વાઘોડિયા રોડ અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. પાદરામાં 40 મિ.મી. વરસાદ પડ્યો હતો. 

નોંધનીય છે કે હવામાન વિભાગે ગુજરાતમાં 17 અને 18 જૂન સુધીમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં  વરસાદ પડવાની સંભાવના છે.  

gujarat rains Vadodara gujarati mid-day