અમદાવાદમાં વરસાદની જબરદસ્ત ઇનિંગ, અનેક વિસ્તાર જળમગ્ન

29 May, 2023 10:36 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં દોઢથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

અમદાવાદમાં ગઈ કાલે મોડી સાંજે વરસાદની જબરદસ્ત ઇનિંગ જામી હતી. સૅટેલાઇટ, એસજી હાઇવે, વસ્ત્રાપુર, ગોતા અને વાડજ સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે જબરદસ્ત વરસાદ પડ્યો હતો. બોપલ, ઘુમા અને શીલજમાં કરા પડ્યા હતા. અમદાવાદમાં દોઢથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા હતા. અનેક રસ્તાઓ પાણીમાં સમાઈ જવાના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. મીઠાખળી અન્ડરપાસમાં પાણી ભરાતાં એને વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો હતો. 

gujarat news ahmedabad Gujarat Rains Weather Update