ગુજરાતમાં ગૅન્ગ-રેપના પાંચ દોષીને આજીવન કેદની સજા

28 December, 2012 05:57 AM IST  | 

ગુજરાતમાં ગૅન્ગ-રેપના પાંચ દોષીને આજીવન કેદની સજા

૨૦૦૩ના આ કેસમાં મુખ્ય આરોપી સજલ જૈને ૩૧ ડિસેમ્બરની રાત્રે પોતાની ગર્લફ્રેન્ડને હોટેલના રૂમમાં લઈ ગયો હતો તથા અન્ય મિત્રોની સાથે મળીને તેના પર બળાત્કાર કર્યો હતો. જૈન સહિતના આરોપીઓએ સેશન કોર્ટે જૂન, ૨૦૦૮માં આપેલા સજાના ચુકાદાને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. સામૂહિક બળાત્કારના સાત દિવસ પછી એટલે કે ૨૦૦૪ની સાતમી જાન્યુઆરીએ પીડિત યુવતીએ પોતાના ઘરમાં પંખા પર ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ કેસમાં થયેલી ફરિયાદ મુજબ ૨૪ વર્ષની યુવતી પર કુલ છ જણે બળાત્કાર કર્યો હતો, એટલું જ નહીં, યુવતીને સિગારેટના ડામ પણ દેવામાં આવ્યા હતા તથા માર મારવામાં આવી હતી. ગઈ કાલે તમામ દોષીઓની સજા માન્ય રાખતાં હાઈ કોર્ટે કહ્યું હતું કે તમામ દોષીઓએ બળજબરીપૂર્વક અત્યાંત પાશવી રીતે બળાત્કાર કર્યો હતો. આ કેસમાં મનીષ જૈન નામનો એક દોષી ૨૦૦૩થી ફરાર છે.