શારીરિક અક્ષમ યુવાન ટ્રાઇસિકલ દ્વારા ૧૫૫૧ કિલોમીટરનું અંતર કાપીને હરિદ્વાર પહોંચ્યો

19 October, 2011 06:47 PM IST  | 

શારીરિક અક્ષમ યુવાન ટ્રાઇસિકલ દ્વારા ૧૫૫૧ કિલોમીટરનું અંતર કાપીને હરિદ્વાર પહોંચ્યો


૬થી ૧૦ નવેમ્બર દરમ્યાન હરિદ્વારમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક પંડિત શ્રીરામ શર્મા આચાર્યનો જન્મશતાબ્દી મહોત્સવ યોજાવાનો છે એમાં પહોંચવા માટે મહારાષ્ટ્રના દેવીલાલે તેની આસ્થાના સહારે પોતે શારીરિક રીતે અક્ષમ હોવા છતાં હિંમતથી ટ્રાઇસિકલ પર હરિદ્વાર પહોંચીને કોઈ વ્યક્તિ જ નહી, પરંતુ શારીરિક રીતે અક્ષમો ધારે તો કોઈ જ કામ કઠિન નથી એનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ટ્રેન-ઍક્સિડન્ટમાં પગ ગુમાવનાર દેવીલાલ ગાયત્રી પરિવારના યુગઋષિના વિચાર ક્રાન્તિ અભિયાનથી પ્રભાવિત થયો હતો અને ગાયત્રી પરિવાર સાથે જોડાયો હતો.

દેવીલાલ ગોંદિયા જિલ્લાના થાનેગાંવમાં ગાયત્રી શક્તિપીઠમાં ૨૦ સપ્ટેમ્બરે ગુરુપૂજા કરીને ગાયત્રી ર્તીથ માટે ૧૫૫૧ કિલોમીટર લાંબી યાત્રાએ નીકળ્યો હતો.