ગુજરાતમાં શરૂ થઈ ગયા ગુટકાના અંતિમ સંસ્કાર

17 August, 2012 08:55 AM IST  | 

ગુજરાતમાં શરૂ થઈ ગયા ગુટકાના અંતિમ સંસ્કાર

 

૧૧ સપ્ટેમ્બરથી ગુજરાતમાં લાગુ થઈ રહેલા ગુટકા પરના પ્રતિબંધ પહેલાં જ ગુજરાતમાં ગુટકા મળતો બંધ થઈ જાય એ માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

 

 

ગુજરાત બીજેપીના પ્રવક્તા વિજય રૂપાણીએ કહ્યું હતું કે ‘દેશભરમાં સૌથી વધુ ગુટકા ગુજરાતમાં ખવાઈ રહ્યો છે. ગુટકાને કારણે કૅન્સરના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાય છે. ગુટકા પર પ્રતિબંધ જાહેર થતાં ગુજરાતની મહિલાઓ જે રીતે ખુશ થઈ એ જોઈને લાગ્યું કે ૧૧ સપ્ટેમ્બર સુધી વેપારીઓ પોતાનો માલ ખાલી કરે એની રાહ જોવાને બદલે એ માલ ખરીદીને એને સળગાવી દેવો જોઈએ.’

 

ગઈ કાલે બીજેપીએ કરેલો આ કાર્યક્રમ હકીકતમાં પાર્ટીનો કાર્યક્રમ હતો, પણ એ કાર્યક્રમમાં ગુટકા ખરીદવાનો જે ખર્ચ થયો હતો એ કાર્યકરોએ વ્યક્તિગત રીતે કર્યો હતો. ગુજરાત બીજેપીની ધારણા મુજબ ગઈ કાલે ગુજરાતભરમાં સળગાવવામાં આવેલા ગુટકા માટે કાર્યકરોએ ૫૦ લાખ રૂપિયા ખર્ચ્યા હશે.