ગુજરાતનો સૌથી મોટો અજગર

16 November, 2011 09:44 AM IST  | 

ગુજરાતનો સૌથી મોટો અજગર

 

 

૧૫ ફૂટ ૬ ઇંચ લંબાઈ અને ૧૭૯ કિલો વજન ધરાવતો આ અજગર છેક શહેરની મધ્યમાં આવેલા રઘુનાથપરામાં બકરી ખાઈ રહ્યો હતો ત્યારે એ વિસ્તારના લોકોનું ધ્યાન જતાં તાત્કાલિક ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે ચાર કલાક સુધી અજગરને પકડવાની કોશિશ કરી હતી, પણ અજગર પકડાયો નહીં એટલે છેવટે નાછૂટકે એને બેભાન કરવો પડ્યો હતો. એ પછી તો જાણે કે બેભાન અજગર સાથે ફોટો પડાવવાનું રીતસરનું સેશન શરૂ થયું હોય એમ બધાએ એની સાથે ફોટોગ્રાફ્સ પડાવ્યા હતા. આ ફોટોસેશન સવા કલાક સુધી ચાલ્યું હતું. મજાની વાત એ છે કે આ ફોટોસેશન ચાલતું હતું ત્યારે જ અજગર ભાનમાં આવતાં નાસભાગ મચી ગઈ હતી.              

તસવીર : જિતેશ ચૌહાણ