ગુજરાતના 5 પાવરફુલ IAS અધિકારીઓને અગ્ર સચિવમાં બઢતી

03 January, 2021 07:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતના 5 પાવરફુલ IAS અધિકારીઓને અગ્ર સચિવમાં બઢતી

વિધાનસભા ગુજરાત, તસવીર સૌજન્ય - જાગરણ

રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે નવા વર્ષના બીજા દિવસે જ IAS અધિકારીઓને બઢતી આપી છે પણ હજી પોલીસ ખાતામાં IPS અધિકારીઓ માટે કોઇ જાહેરાત નથી કરાઇ. રાજ્યના 1996 બેચના 5 સીનિયર IAS અધિકારીઓને સચિવમાંથી અગ્ર સચિવ તરીકે પ્રમોશન મળ્યું. રાજ્યના સામાન્ય વહિવટી વિભાગે નવા વર્ષના બીજા દિવસે શનિવારે મોડી સાંજે 1996 બેચના પાંચ સીનિયર IAS અધિકારીઓને સચિવમાંથી અગ્ર સચિવ તરીકે બઢતી આપી છે. આ પાંચ IAS અધિકારીઓમાંથી માત્ર બે IAS અધિકારીઓ જ ગુજરાતમાં છે. બાકીના ત્રણ IAS અધિકારીઓ પ્રતિનિયુક્તી પર છે.

સામાન્ય વહિવટ વિભાગે પાંચ IAS અધિકારીઓને અગ્ર સચિવ તરીકે બઢતી આપી છે. જેમાં ટોકયોની ઇન્ડિયન એમ્બેસીમાં મિનિસ્ટરી ઓફ ઇકોનોમિક્સ અને કોમર્સના મિનિસ્ટર મોના કંધાર, વોશિંગ્ટન ડીસી ખાતે ઇન્ટરનેશનલ મોનિટ્રી ફંડના ઇડીના સીનિયર એડવાઇઝર ડૉ. ટી.નટરાજન, વોશિંગ્ટન વર્લ્ડ બેન્કના ઇડીના સીનિયર એડવાઇઝર રાજીવ ટોપનો, પ્રવાસન, દેવસ્થાન વિભાગના સચિવ મમતા વર્મા અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારને અગ્ર સચિવ તરીકે બઢતી આપી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને તેમના IAS પત્ની મોના કંધાર બન્ને બેચમેન્ટ છે અને આ IAS દંપત્તિને પણ અગ્ર સચિવ તરીકે બઢતી મળી છે.

gandhinagar gujarat