ગઇકાલે વડોદરામાં ઢળી પડેલા ગુજરાતના CM કોરોના પૉઝિટીવ

15 February, 2021 02:40 PM IST  |  Gandhinagar/Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ગઇકાલે વડોદરામાં ઢળી પડેલા ગુજરાતના CM કોરોના પૉઝિટીવ

વડોદરામાં બીપી લો થઈ જતાં વિજય રૂપાણી સ્ટેજ પર જ ફસડાઈ પડ્યા હતા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં સતત વ્યસ્ત રહેતા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ગઈ કાલે મોડી સાંજે વડોદરામાં સભા સંબોધી રહ્યા હતા એ દરમ્યાન તેમને ચક્કર આવતાં તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. આજે સમાચાર મળ્યા છે કે મુખ્યમંત્રી Covid-19 પૉઝિટીવ છે.

ગઇકાલે સાંજે જ્ચારે તેઓ બોલી રહ્યા હતા તેમના બોલવામાં લોચા વળ્યાં અને અચાનક જ તેઓ ફસડાઈ પડતાં તેમના સિક્યૉરિટી ગાર્ડ્સે દોડી આવીને તેમને પકડી લીધા હતા. આ ઘટનાના પગલે તેમને તાત્કાલિક અમદાવાદ લઈ જવાયા હતા. જોકે પછીથી તેમની તબિયત સ્થિર થઈ ગઈ હતી. વિજય રૂપાણીની તબિયત લથડતાં કાર્યકરો અને આગેવાનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને તે કોરોના પૉઝિટીવ હોવાના સમાચારને પગલે હવે લોકો સખત તાણમાં છે. મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સાંસદ વિનોદ ચાવડા અને ભીખુ દલસાણીયા પણ પોઝિટિવ, ભાજપમાં તમામ ગભરાયા છે.