ગુજરાતમાં દિવાળીના ત્રણ દિવસમાં છ કરોડ SMS થયાં

18 November, 2012 04:07 AM IST  | 

ગુજરાતમાં દિવાળીના ત્રણ દિવસમાં છ કરોડ SMS થયાં

ગુજરાતમાં કુલ પાંચ કરોડ મોબાઇલધારકો છે. ટેલિકૉમ કંપનીઓએ એવો પણ દાવો કર્યો હતો કે રાજ્યમાં મોબાઇલ ફોન પર ફેસબુક, ટ્વિટર જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં પણ ૨૦ ટકાનો વધારો નોંધાયો છે. અગ્રણી મોબાઇલ ઑપરેટર વોડાફોનના ગ્રાહકોએ દિવાળીના ત્રણ દિવસમાં એક કરોડથી વધારે SMS મોકલ્યા હતા. ગુજરાતમાં કુલ સાત મોબાઇલ ઑપરેટર સક્રિય છે. મોબાઇલ ઑપરેટરોના સંગઠન સેલ્યુલર ઑપરેટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘વધુ ને વધુ સંખ્યામાં લોકો હવે મોબાઇલ દ્વારા ડેટા ટ્રાન્સફર કરી રહ્યા છે એટલું જ નહીં, સરકાર પણ નાગરિકોને સેવાની જાણકારી આપવા માટે મોબાઇલનો ઉપયોગ કરી રહી છે. ટેલિકૉમ સેક્ટર માટે આ સંકેતો પૉઝિટિવ છે.’

એસએમએસ = શૉર્ટ મેસેજિંગ સર્વિસ