કે. લાલ પોતાની ચોથી પેઢીને ઇન્ટ્રોડ્યુસ કરશે

02 November, 2011 08:17 PM IST  | 

કે. લાલ પોતાની ચોથી પેઢીને ઇન્ટ્રોડ્યુસ કરશે



અમદાવાદમાં કર્ણાવતી ક્લબમાં ગઈ કાલથી સંમોહનમ્ - ૨૦૧૧ નામનું નૅશનલ મૅજિક કન્વેન્શન યોજવામાં આવ્યું છે. એમાં દેશભરમાંથી ૪૦૦થી વધુ મૅજિશ્યનોનો મેળાવડો યોજાયો છે. આ કન્વેન્શન દરમ્યાન જુનિયર કે. લાલનું અવૉર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે કે. લાલે આ તબક્કે એ અવૉર્ડ તેમના પૌત્ર વિહાનને આપ્યો હતો.

કે. લાલે કહ્યું હતું કે ‘હસુભાઈના એટલે કે જુનિયર કે. લાલના દીકરાનો દીકરો પાંચ વર્ષનો વિહાન મૅજિક સારું જાણે છે. તે અમારું નામ રાખશે. કે. લાલની ચોથી પેઢી તૈયાર થઈ ગઈ છે. અમારા મૅજિકના પ્રોગ્રામ જોઈને વિહાનમાં એની સ્ટાઇલ આવી ગઈ છે. જુનિયર કે. લાલ તેને મૅજિક શીખવાડે છે. આવતા વર્ષે વિહાનને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે.’

વિહાનના પિતા પ્રેયસ વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિહાનને જાદુમાં બહુ જ રસ છે. મેં માર્ક કર્યું છે કે તે સ્ટેજ પર ઘણી વખત જાય છે, પણ તેને સ્ટેજ-ફિયર નથી. તેને મૅજિકમાં બહુ જ રસ છે. જોકે મને આટલો રસ મૅજિકમાં નહોતો એટલે હું આજે કેમિકલ એન્જિનિયર છું. મારા દાદા કે. લાલ માટે મને પ્રાઉડ છે. જોકે હું જાદુગીરી જાળવી નથી શક્યો એનું મને દુ:ખ છે, પણ આ કળામાં ડિવોશન જોઈએ.’