કોરોના કોફતાને કરો સ્વાહા...

29 March, 2020 07:20 AM IST  |  Rajkot | Rashmin Shah

કોરોના કોફતાને કરો સ્વાહા...

કોરોના કોફ્તા

કોરોના અત્યારે જગતઆખાને ધ્રુજાવી રહ્યું છે ત્યારે સ્વાદશોખીન ગુજરાતીઓએ કોરોના વાઇરસને પણ સ્વાદ સાથે જોડી દીધો છે અને કોરોના વાઇરસના આકાર જેવા કોરોના કોફતાનું સર્જન કરી લીધું છે. લૉકડાઉન વચ્ચે કેવી રીતે ટાઇમ પાસ કરવો એવા કોઈ મુદ્દા સાથે આ કોરોના કોફતાનું સર્જન થયું હશે એવું કહી શકાય. વાઇરલ થયેલી આ રેસિપી અત્યારે ગુજરાતમાં ઠેર-ઠેર બની રહી છે. શરૂઆતના સમયે તો રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા ભવનાથ ભજિયા સેન્ટરે વેચવાની પણ શરૂઆત કરી હતી, પણ પહેલાં જનતા કરફ્યુ અને એ પછી તરત જ લૉકડાઉન જાહેર થઈ જતાં બહાર મળતા કોરોના કોફતા બંધ થયા અને લોકો ઘરમેળે બનાવવા માંડ્યા.

કોરોનાને કારણે ગુજરાતમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનને લીધે ઑલમોસ્ટ મોટા ભાગનાં ઘરોમાં આ કોફતા પહોંચી ગયા છે તો લોકો સાંજના સમયે એ ઘરે બનાવવા માંડ્યા છે. કોરોના કોફતા બનાવવાની રીત સરળ છે અને કોરોનાને હરાવ્યાનો આનંદ પણ એમાં સમાયેલો છે.

કેવી રીતે બનાવશો કોરોના કોફતા?
કોરોના કોફતા માટે સૌથી પહેલાં ચીઝના નાના બૉલ બનાવો અને એના પર બટાટાનું મસાલાવાળું પૂરણ લગાવો. આ પૂરણ તૈયાર થયા પછી ફ્લાવરની નાની દાંડીઓને એ બૉલ પર ચોંટાડીને તૈયાર થયેલા એ બૉલને ચણાના લોટમાં ભજિયાની જેમ ઝબોળીને તળી નાખો. તૈયાર થઈ ગયેલા આ કોફતા પર જે ફ્લાવરની દાંડીઓ લાગી છે એને લીધે કોફતાનો આકાર ડિટ્ટો કોરોના વાઇરસ જેવો જ લાગે છે. કોરોના કોફતા ટમૅટો કૅચઅપ કે ચટણી સાથે ખાઈ શકાય.

Rashmin Shah rajkot Gujarati food coronavirus covid19