દ્વારકાની મુલાકાતે ગુજરાતના જાણીતા સાહિત્યકાર કાજલ ઓઝા વૈદ્ય

21 April, 2019 03:26 PM IST  |  દ્વારકા

દ્વારકાની મુલાકાતે ગુજરાતના જાણીતા સાહિત્યકાર કાજલ ઓઝા વૈદ્ય

કાજલ ઓઝા વૈદ્ય (File Photo)

ગુજરાતના જાણીતા સાહિત્યકાર કાજલ ઓઝા વૈદ્ય શનીવારે દેવભુમિ દ્વારકામાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. દ્વારકા ખાતે હોટેલ એસોસીએશન આયોજિત ''જન્મ ભૂમિ કર્મભૂમિ'' કાર્યક્રમમાં જાણીતા ગુજરાતી સાહિત્યકાર કાજલ ઓઝા વૈદ્યે હાજરી આપી હતી. દ્વારકાના જગત મંદિર પરિસરમાં શંક્રાચાર્ય શારદા મઠ પટાંગણમાં તેમણે ખુબજ સુંદર વાતો કરી હતી.


આ કાર્યક્રમમાં દ્વારકામાં તેમજ આજુબાજુ વિસ્તારના સાહિત્ય પ્રેમી લોકોએ હાજરી આપી હતી. ખાસ કરીને લેખીકા કાજલ ઓઝાના ચાહક વર્ગમાં સ્ત્રીઓની હાજરી બહોળી સખ્યામાં જોવા મળી હતી. પોતાના મોટા ભાગના કાર્યક્રમમાં સ્ત્રી અને પુરુષને કેવી રીતે જીવન જીવવું તેની સલાહ આપતા હોય છે. દ્વારકામાં યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે લોકોને કહ્યુ કે, લોકશાહીના સૌથી મોટા પર્વમાં ભારતના તમામ લોકોએ આગામી લોકસભા ચૂંટણીમાં પોતાના ઘરની બહાર નીકળીને જરૂર થી મત આપવો જોઈએ. જો તમે મત આપવા માટે ઘરની બહાર નથી નીકળતા,તો તમને કોઈ પણ સરકાર ઉપર ગુણ કે દોષ આપવાનો અધિકાર નથી.

dwarka gujarat