ફાઇનલી ગુજરાતી રંગભૂમિના પ્રોડ્યુસરો એક છત નીચે આવ્યા

11 November, 2011 04:56 PM IST  | 

ફાઇનલી ગુજરાતી રંગભૂમિના પ્રોડ્યુસરો એક છત નીચે આવ્યા



(રશ્મિન શાહ)


રાજકોટ, તા. ૧૧


સિદ્ધાર્થ રાંદેરિયાએ ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નિર્માતાઓ વચ્ચે આંતરિક વૈમનસ્ય નહોતું પણ સંગઠન નહોતું એ પણ હકીકત હતી, જે હવે સત્તાવાર રીતે બન્યું છે. અમારી પાસે અનેક પ્રશ્નો છે, જેમાંથી સૌથી મોટો પ્રશ્ન એ છે કે મુંબઈમાં અમને ગુજરાતી ગણીને અનેક હકોમાંથી કાપવામાં આવે છે તો ગુજરાતમાં અમને મુંબઈના નાટકના પ્રોડ્યુસર ગણીને અમુક હક આપવામાં નથી આવતા. આ ભેદભાવ દૂર થાય અને ગુજરાતી રંગભૂમિ વધુ મજબૂત બને એ માટે એક છત નીચે રહેવું જરૂરી હતું.’


ગુજરાતી અને મરાઠી નાટકોનાં ઑડિટોરિયમોનાં ભાડાંમાં રાખવામાં આવતા ભેદભાવની સાથે અખબારો દ્વારા વધારવામાં આવેલા જાહેરખબરના ભાવો સામે લડત આપવી એ અસોસિએશનનો પ્રાઇમ-પ્રશ્ન છે. ગુજરાતી ડ્રામા પ્રોડ્યુસર્સ ઑફ મહારાષ્ટ્રના પ્રેસિડન્ટ સિદ્ધાર્થ રાંદેરિયાએ કહ્યું હતું કે ‘પૉઝિટિવ ઍટમોસ્ફિયર વચ્ચે અમારે અમારી જરૂરિયાતને પૂરી કરવાની છે. આ ઉપરાંત ગુજરાતી રંગભૂમિને બહારથી કેવો અને કેટલો સર્પોટ મળે છે એ પણ જોવાનું છે. મરાઠી અખબારો મરાઠી નાટકોને પુષ્કળ સર્પોટ કરી રહ્યાં છે. આવો સર્પોટ ગુજરાતી માધ્યમ દ્વારા મળી રહે એવી વ્યવસ્થા પણ અમે ઊભી કરીશું. મરાઠી નાટકોને અઢળક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. અમને એ સુવિધાની સહેજ પણ ઈર્ષા નથી, પણ ગુજરાતી નાટ્યનર્મિાતા સાથે થતી આ પાર્શિયાલિટી બને એટલી ઓછી થાય એ માટે અમે કામ કરીશું.’


ગુજરાતી ડ્રામા પ્રોડ્યુસર્સ ઑફ મહારાષ્ટ્રમાં વાઇસ પ્રેસિડન્ટપદે કૌસ્તુભ ત્રિવેદી, રાજેન્દ્ર બુટાલા અને રસિક દવે જવાબદારી સંભાળશે તો જાણીતા ઍક્ટર-કમ-પ્રોડ્યુસર સંજય ગોરડિયા અસોસિએશનના સેક્રેટરીપદની જવાબદારી સંભાળશે.