Gujarat: વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પત્થરમારો, ઘટનાસ્થળે પહોંચી પોલીસ

30 March, 2023 06:05 PM IST  |  Vadodara | Gujarati Mid-day Online Correspondent

Gujarat: બજરંગ દળના એક સ્થાનિક નેતાએ આરોપ મૂક્યો છે કે આ જાણવા છતાં કે આ પ્રકારની ઘટના પહેલા પણ થઈ ચૂકી છે, પોલીસ ક્યાંય જોવા મળી નહીં, જ્યારે દર વર્ષે આ માર્ગે નીકળતી શોભાયાત્રા પર હુમલો કરવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર

Gujarat: બજરંગ દળના એક સ્થાનિક નેતાએ આરોપ મૂક્યો છે કે આ જાણવા છતાં કે આ પ્રકારની ઘટના પહેલા પણ થઈ ચૂકી છે, પોલીસ ક્યાંય જોવા મળી નહીં, જ્યારે દર વર્ષે આ માર્ગે નીકળતી શોભાયાત્રા પર હુમલો કરવામાં આવે છે.

ગુજરાત: વડોદરામાં ગુરુવારે રામનવમીના અવસરે પત્થરમારાની ઘટના સામે આવી છે. કહેવામાં આવ્યું છે કે કેટલાક મસ્તીખોર તત્વોએ શોભાયાત્રા પર પત્થર ફેંક્યા. આ દરમિયાન કેટલીક ગાડીઓમાં પણ તોડફોડ કરવામાં આવી. વડોદરાના ડીસીપી યશપાલ જગનિયાએ કહ્યું, "વડોદરા સિટી થાણા ક્ષેત્રમાં એક મસ્જિદ સામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, પણ કોઈ તોડ-ફોડ થઈ નથી, મસ્જિદ સામેથી જ્યારે યાત્રા પસાર થઈ રહી હતી ત્યારે કેટલાક લોકો એકઠાં થયા હતા પણ તેમને સમજાવીને પાછાં મોકલી દેવામાં આવ્યા. વિસ્તારમાં શાંતિ છે, શોભાયાત્રા આગળ નીકળી ચૂકી છે."

બજરંગ દળના એક સ્થાનિક નેતાએ આરોપ મૂક્યો છે કે આ જાણવા છતાં આ પ્રકારની ઘટના પહેલા પણ થઈ ચૂકી છે, પોલીસ ક્યાંય જોવા મળી નહીં જ્યારે દરવર્ષે આ માર્ગ પર કાઢવામાં આવતી યાત્રા પર હુમલો કરવામાં આવે છે. જોકે, ડીસીપી જગનિયાએ દાવો કર્યો કે ગુરુવારે શહેરમાં કાઢવામાં આવેલી યાત્રા પર પોલીસ સુરક્ષા તૈનાત કરવામાં આવી હતી.

પોલીસે અપાવ્યો વિશ્વાસ, કહ્યું- સ્થિતિ નિયંત્રણમાં
તેમણે કહ્યું, "સ્થિતિ નિયંત્રણમાં છે. આ ઘટના ત્યારે થઈ જ્યારે યાત્રા એક મસ્જિદ નજીક પહોંચી અને લોકો ઘટનાસ્થળે એકઠા થવા માંડ્યા. આ સાંપ્રદાયિક દંગા નથી. અમે ભીડને અસ્ત-વ્યસ્ત કરી અને આ દરમિયાન યાત્રા પણ પોતાના માર્ગે આગળ વધી ગઈ. શહેરમાં આ પ્રકારની બધી યાત્રાને પહેલાથી જ પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી."

આ પણ વાંચો : `મોદી`એ ફરી ઉભી કરી મુશ્કેલી,રાહુલ ગાંધીને પટના કોર્ટ તરફથી સમન, જાણો સમગ્ર મામલો

ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા
અન્ય પોલીસ અધિકારી મનોજ નિનામા પણ ઘટના સ્થળે પહોંચ્યા અને શાંતિ જાળવી રાખવા માટે વધારાના બળની તૈનાતીના આદેશ આપ્યા. તેમણે કહ્યું, "અમે નિયમિત પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને રાજ્ય રિઝર્વ પોલીસ દળના સશસ્ત્ર કર્મચારીઓને તૈનાત કર્યા છે. હાલ પત્થરમારામાં કોઈના ઈજાગ્રસ્ત થવાના સમાચાર નથી. અમે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે."

gujarat gujarat news vadodara national news