ગુજરાત સરકારનું બજેટ થયું રજૂઃ આશાવર્કરો, આંગણવાડી બહેનોનો પગાર વધ્યા

19 February, 2019 02:06 PM IST  |  ગાંધીનગર | દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

ગુજરાત સરકારનું બજેટ થયું રજૂઃ આશાવર્કરો, આંગણવાડી બહેનોનો પગાર વધ્યા

નાણા મંત્રીએ રજૂ કર્યું બજેટ

ગુજરાત બજેટની મહત્વની વાતોઃ

-જળ સંચય યોજનાનો 60 ટકા ખર્ચ સરકાર ઉપાડશે.

-પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોના પરિવારને મળતી સહાય પ્રતિ દિવસ 150 રૂપિયાથી વધીને 300 રૂપિયા કરવામાં આવી.

-મા વાત્સલ્ય યોજના માટેની આવકની મર્યાદા 3 લાખથી વધારી 4 લાખ કરવામાં આવી.

--મા વાત્સલ્ય યોજનામાં 5 લાખ સુધીનો ખર્ચ સરકાર આવશે.

-એશિયાઈ સિંહોના રક્ષણ માટે ખાસ સીસીટીવી લગાવવામાં આવશે.

-ધોલેરામાં 5, 000 મેગાવોટનો વિશ્વનો સૌથી મોટો પાવર પ્લાન્ટ બનશે, જેનાથી રોજગારીની નવી તકોનું સર્જન થશે.

-કેન્દ્ર સરકારે જાહેર કરેલી ખેડૂતોને 6,000 રૂપિયા આપવાની યોજનાનો જલ્દીથી અમલ કરવામાં આવશે.

-મહારાજ સાહેબ અને મહાસતીજી માટે અલગ પગદંડી બનાવાશે.

-નડિયાદમાં વધુ એક મેડિકલ કૉલેજ ખોલવાના પ્રયાસ

-આશા બહેનોના પગારમાં 2 હજારનો વધારો

-તમામ વિધવા બહેનોને 1250 પેન્શન મળશે.

-53, 000 આંગણવાડીમાં કામ કરતા બહેનોના વેતનમાં 900 રૂપિયાનો વધારો થયો. કુલ પગાર 7, 200 રૂપિયા થયા. તેડાગર બહેનોના પગારમાં 450 રૂપિયાનો વધારો.

-ખેડૂતોને ચોમાસા અને શિયાળામાં પુરું પાણી મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જળસંચય અભિયાન હાથ ધરવામાં આવશે.

-વૃદ્ધ પેન્શન યોજનામાં 50 ટકાનો વધારો કરાયો.

-નવા 8 સમરસ છાત્રાલય બનાવવામાં આવશે.

-નિગમોને 150 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવશે.

-હવેથી રાજ્ય સરકાર આપશે બેન્ક ગેરેન્ટી.

-જે હાઈવે પર 1 લાખથી વધુ વાહનો ચાલતા હશે ત્યાં કેન્દ્ર સરકારના સહયોગથી 135 ઓવરબ્રિજ બનાવવામાં આવશે. ફાટકમુક્ત ગુજરાત તરફ સરકાર આગળ વધી રહી છે.

-અગત્યના ધોરીમાર્ગો પર 8 ફ્લાયઓવર અને અંડરપાસ બનાવવામાં આવી રહ્યા છે.

-અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના જગ્યાએ ડીસેલિનેશન પ્લાન્ટ બનશે. જેમાં ખારું પાણી મીઠું બનશે.

-સર્વશિક્ષા અભિયાન દ્વારા છેલ્લા દાયકા દરમિયાન 79,000 થી વધુ વર્ગખંડ અને 32,800 જેટલી શાળાઓમાં પાણી અને સેનિટેશનની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે.

-અમદાવાદથી શંખેશ્વર સુધી પગદંડી બનશે.

-ગાંધીનગર સિવિલ અને સોલા સિવિલ હૉસ્પિટલને સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં અપગ્રેડ કરવામાં આવશે.

-જ્યાં ટ્રાફિક જામ થતો હયો ત્યાં ગુજરાત સરકાર 100 ટકા ખર્ચે ફ્લાયઓવર બનાવી આપશે.

-રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, જામનગર, ગોધરા, પાટણ, ડીસા સહિતના શહેરોમાં ફ્લાયઓવર બનશે.

-મેટ્રોનું કામ 2020 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

-7 લાખ 64 હજાર આવાસો બનાવવામાં આવશે.

Nitin Patel Gujarat BJP Gujarat Congress gujarat gandhinagar