ગુજરાતની આ બસ છે પ્લેનથી પણ મૉડર્ન

10 November, 2012 08:30 AM IST  | 

ગુજરાતની આ બસ છે પ્લેનથી પણ મૉડર્ન




અઢાર મહિના સુધી જે બસનું માત્ર ડિઝાઇન વર્ક ચાલ્યું હતું એ બસના ગઈ કાલે થયેલા લોકાર્પણના કાર્યક્રમમાં દિલીપ છાબરિયાએ કહ્યું હતું કે ‘વૉલ્વોમાંથી મૉડિફાય કરવામાં આવેલી આ બસને રેડી કરવામાં દોઢ લાખ મેન-અવર્સનો ઉપયોગ થયો છે. એક સામાન્ય પ્લેનમાં હોય એ બધી સુવિધા આ બસમાં છે, સાથોસાથ ઇન્ટરનૅશનલ પ્લેનમાં હોય એ બધી ફૅસિલિટી પણ આ બસમાં છે. આ ફૅસિલિટી ડેવલપ કરવા માટે વૉલ્વો બસમાં ૫૪ની બેઠક વ્યવસ્થા ઘટાડીને અમારે ૨૧ની કરવી પડી, જેની સામે કોઈ વિરોધ નહોતો. હું કહીશ કે આ બસ ખાલી ઇન્ટરનૅશનલ બસને ફૉલો નથી કરતી, પણ આ ‘ક્લબ વન’ સિરીઝની બસ નવા ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડ ઊભાં કરશે.’




આ અલ્ટ્રા-મૉડર્ન બસ અત્યારે રાજકોટ-અમદાવાદ રૂટ પર મૂકવામાં આવી છે, પણ લાભ પાંચમ પછી આ બસ રાજકોટ-મુંબઈ રૂટ પર શરૂ કરવામાં આવશે, જેના માટે ટિકિટનો રેટ અંદાજે અઢી હજાર રૂપિયા જેટલો રાખવામાં આવે એવી શક્યતા છે.

હાઇલાઇટ્સ

૧૪૦ ડિગ્રી સુધી નીચી થઈ શકે એવી રિક્લાઇનર સીટ, દરેક સીટને ટચ સ્ક્રીન ૧૮ ઇંચની એલસીડી સાથેના કમ્પ્યુટર, ડીટીએચ ફૅસિલિટી સાથે ૨૪૦ ચૅનલ, કમ્પ્યુટરમાં ૫૦૦૦થી વધુ વિડિયો સૉન્ગ્સ અને ૩૦૦ મૂવી, વાઇ-ફાઇ ફૅસિલિટી, બસમાં જ વૉશરૂમ, નૉન-સ્ટૉપ અને દર બે કલાક ફૂડ ફૅસિલિટી.




એલસીડી = લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, ડીટીએચ = ડાયરેક્ટ ટુ હોમ