હેલ્મેટના વિરોધ માટે પહેરી કાંદાની હેલ્મેટ

26 September, 2019 09:13 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

હેલ્મેટના વિરોધ માટે પહેરી કાંદાની હેલ્મેટ

ગઈ કાલે રેલી દરમ્યાન વિચિત્ર હેલ્મેટ સાથે કાર્યકર્તાઓ.

દેશભરમાં અમલીય બનનારા નવા મોટર વેહિકલ એક્ટના વિરોધમાં ગઈકાલે રાજકોટ કૉન્ગ્રેસ દ્વારા એક વિચિત્ર વિરોધ રૅલીનું આયોજન કર્યુ હતું, આ રૅલીમાં સ્વંયભૂ રીતે સ્થાનિક લોકો પણ જોડાયા હતા, તેમણે હેલ્મેટના વિરોધમાં માથા પર જાતજાતના આકારની તપેલીઓ રાખી હતી તો અમુક લોકોએ ટોપલીઓ અને સૂંડલાઓ પણ રાખ્યા હતાં. જોકે બધામાં સૌનું આકર્ષણ ખેંચે એવી હેલ્મેટ એક શખસે પહેરી હતી, એણે ટોપલીની ફરતે કાંદાઓ બાંધ્યા હતા.

આ પણ વાંચો : દેશભરના 20000 સરપંચો અમદાવાદમાં એકઠા થશે

રાજકોટના યાજ્ઞિક રોડથી છેક રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ સુધીની આ રૅલીમાં અંત જ્યારે આરટીઓ ઓફિસરની સામે રજૂઆત કરવાની આવી ત્યારે ઓફિસર પણ પેલી કાંદાવાળી હેલ્મેટ જોઈને હસી પડ્યા હતા.

rajkot gujarat Rashmin Shah