રાજકોટમાં રોકડિયા મહાદેવનો રોકડથી શણગાર

21 August, 2019 09:23 AM IST  |  રાજકોટ

રાજકોટમાં રોકડિયા મહાદેવનો રોકડથી શણગાર

રોક​ડિયા મહાદેવ

રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં આવેલી આસ્થા સોસાયટીમાં આવેલા નીલકંઠ મહાદેવને શ્રાવણની ઉજવણીના ભાગરૂપે અસલી ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં માત્ર નવી નોટનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પચાસ રૂપિયાથી લઈને બે હજાર સુધીની નોટના આ શણગારમાં કુલ ૩,પ૯,૦૦૦ રૂપિયાની નોટનો વપરાશ કરવામાં આવ્યો હતો. સૌથી સારી વાત એ છે કે મહાદેવને ચડાવવામાં આવેલી આ તમામ રકમ સરકારી ‌સ્કૂલનાં બાળકોને જરૂરિયાત હશે એ મુજબની ભણવાની ચીજવસ્તુઓ લઈ આપવામાં ખર્ચવા માટે આવશે.

આ પણ વાંચો : Janmashtami 2019: જાણો ક્યા દિવસે થશે કૃષ્ણજન્મ, કેવી રીતે કરશો કાન્હાની આરાધના?

રૂપિયાના આ શણગાર માટે એકત્રિત કરાયેલી રકમ પણ મંદિરની દાનપેટીમાંથી નહીં, પણ સ્વયંસેવકોએ પોતાના ખિસ્સામાંથી આપી છે.

rajkot gujarat