રાજકોટઃ વરસાદે ખોલી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, ભરાયા ગયા પાણી

23 June, 2019 10:19 AM IST  |  રાજકોટ

રાજકોટઃ વરસાદે ખોલી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, ભરાયા ગયા પાણી

તસવીર સૌજન્યઃ બીપિન ટંકારિયા

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શનિવારે વરસાદ પડ્યો અને આ વરસાદી ફરી એકવાર તંત્રને ઉઘાડું પાડી દીધું છે. શહેરના અનેક વિસ્તારમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો. હવામાન આગાહી નહોતી છતા મેઘરાજા ખાબક્યા હતા. અને શહેરને પાણી પાણી કરી દીધું હતું.

વોર્ડ નંબર 13માં તંત્રએ વરસાદે તંત્રની પોલ ખોલી દીધી. શહેરના એસ.ટી. વર્કશોપ, પી. ડી. માલવિયા ડિવાઈડર ડૂબી જાય એટલા પાણી ભરાયા. દુકાનમાં પણ પાણી ઘૂસી ગયા. જેના કારણે શહેરીજનોની હાલાકીમાં વધારો થયો. પાણી ભરાય જતા એ વિસ્તારમાં પસાર થવું પણ મુશ્કેલ બની ગયું હતું.

તસવીર સૌજન્યઃ બીપિન ટંકારિયા


શહેરમાં દિવસ દરમિયાન 39 ડિગ્રી તાપમાનના કારણે અસહ્ય બફારાનો અનુભવ થઈ રહ્યો હતો અને સાંજે હવામાન પલટાયું હતું અને આકાશમાં વાદળો છવાઈ ગયા હતા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જો કે શહેરના કેટલાક વિસ્તારમાં બિલકુલ વરસાદ નહોતો પણ કેટલાક વરસાદમાં માત્ર રસ્તા ભીંજાય એટલો વરસાદ હતો.

આ પણ વાંચોઃ રાજ્યમાં આજથી ચાર દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી

સામાન્ય એવા વરસામાં મહાનગરપાલિકાની તૈયારીની પોલ ખુલી પાડી દીધી છે. ખાડાના સમારકામમાં ઘોર બેદરકારી જોવા મળી. શહેરીજનોનો સવાલ એ છે કે જો અત્યારે આ સ્થિતિ છે તો ભારે વરસાદમાં શું સ્થિતિ થશે.

rajkot Gujarat Rains gujarat