રાજ્યમાં ગરમીનો કાળો કેરઃ આજે ઑરેન્જ અલર્ટ યથાવત

01 June, 2019 07:17 AM IST  |  રાજકોટ

રાજ્યમાં ગરમીનો કાળો કેરઃ આજે ઑરેન્જ અલર્ટ યથાવત

હિટ-વેવ

રાજ્યભરમાં લોકો ગરમીથી તપી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે પણ ઑરેન્જ અલર્ટ યથાવત રહેશે. તો ત્રીજા દિવસે યલો અલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. તો બીજી તરફ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે વરસાદ માટે આ વાતાવરણ પૉઝિટિવ હોવાનું હવામાન વિભાગનું માનવું છે.

તારીખ ૬થી ૭ સુધીમાં મૉન્સૂન કેરળમાં હિટ કરે એવી આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાઈ છે. તો હાલ હીટ વેવની આગાહી નથી એટલે ગરમીમાં થોડી રાહત રહેશે. રાજસ્થાનના રણથી પવન ગુજરાત તરફ આવતો હોવાથી વાતાવરણ ગરમ રહેશે અને ત્રીજા દિવસ બાદ ગરમીમાં આંશિક રાહત મળશે. ભારતના દક્ષિણ પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી.

આ પણ વાંચો : World No tobacco day નિમિત્તે યોજાઈ બાઈક રેલી

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તાપમાનનો પારો ફરી એક વખત ૪૨ ડિગ્રી પાર જોવા મળી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા ૪ દિવસથી સતત તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. જે હજી આગામી એકથી બે દિવસ સુધી યથાવત્ જોવા મળે એવી હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટમાં ગઈ કાલે તાપમાનનો પારો ૪૩ ડિગ્રી આસપાસ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ તાપમાન ૪૫ ડિગ્રી મનપા ચોક અને ત્રિકોણ બાગ ખાતે નોંધાયું હતું.

rajkot gujarat