રાજકોટઃ ખાતરના વજનમાં છેતરપિંડીથી થતા ખેડૂતોએ કરી સહકારી મંડળીમાં

10 May, 2019 01:14 PM IST  |  રાજકોટ

રાજકોટઃ ખાતરના વજનમાં છેતરપિંડીથી થતા ખેડૂતોએ કરી સહકારી મંડળીમાં

ખાતરના વજનમાં છેતરપિંડીનો ખેડૂતોનો આરોપ

સરદાર ખાતર બાદ હવે ઈફ્કો ખાતર વજનમાં ઓછું આવતા ખેડૂતોમાં આક્રોશ છે. ખેડૂતોની ફરિયાદ છે કે સહકારી મંડળીમાંથી ખરીદવામાં આવતા ખાતરમાં છેતરપિંડી કરવામાં આવે છે. ઈફ્કોનું NPK ખાતર, જે 50.120 કિલો હોવું જોઈએ તે 49.80 કિલો આવે છે. મંડળીમાંથી ખરીદેલા ખાતરનું વજન કરવામાં આવતા આ હકીકત સામે આવી.

ખેડૂતોએ મંડળીમં કરી રેડ
ખાતરની થેલીમાં વજન ઓછું આવતા ખેડૂતો રોષમાં જોવા મળ્યા. ખેડૂતોએ મોટી સંખ્યામાં સહકારી મંડળીમાં ગયા અને દરોડા પાડ્યા. ખેડૂતોમાં છેતરાયાની લાગણી છે.

આ પણ વાંચોઃ રાજકોટ પોલીસે PUBG અને મોમો ચેલેન્જ પરથી હટાવ્યો પ્રતિબંધ

2013માં કરવામાં આવી હતી ફરિયાદ
વર્ષ 2013માં પણ મઘરવાડાના ખેડૂતોએ છેતરપિંડીની ફરિયાદ કરી હતી. એ સમયે કુવાડવાની સહકારી મંડળીમાંથી ખરીદવામાં આવેલું ખાતર ઓછું નીકળ્યું હતું. વજન કર્યા બાદ વિગતો સામે આવતા ખેડૂતોએ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.

rajkot gujarat