'વાયુ' બતાવી રહ્યું છે અસર, કચ્છમાં વરસાદની થઈ શરૂઆત

17 June, 2019 09:39 AM IST  |  કચ્છ

'વાયુ' બતાવી રહ્યું છે અસર, કચ્છમાં વરસાદની થઈ શરૂઆત

અત્યારે આવી છે વાયુ વાવાઝોડાની સ્થિતિ

કચ્છ તરફ આગળ વધી રહેલા વાયુ વાવાઝોડાના કારણે વાતાવરણમાં ફેરફાર શરૂ થઈ ગયો છે. કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તો માંડવીના દરિયા કિનારે પાણી ફરી વળ્યા છે. ગુજરાતના દરિયા કિનારાથી ઓમાન તરફ ફંટાયેલુ વાયુ વાવાઝોડું હવે યૂ ટર્ન લઈને ફરી રાજ્ય તરફ આવી રહ્યું છે. વાયુની અસર આખા રાજ્યમાં જોવા મળી રહી છે.  ગઈકાલે કચ્છમાં ધૂળની ડમરીઓ જોવા મળી હતી. આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે સાંજે  કચ્છથી થશે પસાર
વાયુ વાવાઝોડું કચ્છથી સોમવાર સાંજ સુધીમાં પસાર થશે. સાંજે નલિયા અને લખપતના દરિયા કિનારે વાયુ ટકરાઈ શકે છે. હાલ વાવાઝોડું ભુજથી દક્ષિણ-પશ્ચિમે 550 કિલોમીટર દૂર છે. સંભવિત વાવાઝોડાના પગલે મુંદ્રા અને માંડવી બંદર પર 2 નંબરનું સિગ્નલ મુકવામાં આવી છે.

જુઓ હાલની સ્થિતિ
હવામાન વિભાગે કરેલા ટ્વીટ પ્રમાણે હાલ વાયુ વાવાઝોડાની સ્થિતિ કાંઈક આવી છે.

આ પણ વાંચોઃ 'વાયુ' વાવાઝોડું ખેડૂતો માટે સાબિત થશે વરદાન સમાન


તંત્ર છે સજ્જ
વાયુની સંભવિત અસરથી બચવા માટે કચ્છમાં તંત્ર સજ્જ થઈ ગયું છે. હાલ કચ્છમાં BSFની 2 ટીમ જ્યારે NDRFની 5 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. કચ્છના દરિયામાં ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. જ્યારે માંડવી બીચને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે.

kutch gujarat