21 June, 2019 03:05 PM IST | અમદાવાદ
ગુજરાત પોલીસની એપ્લિકેશન છે આટલી ઉપયોગી
હવે ગુજરાત પોલીસ ડિજિટલ બની રહી છે. લોકોની સમસ્યાન સમાધાન માટે અને તેમનું કામ સરળ કરવા માટે ગુજરાત પોલીસે એપ્લિકેશન લૉન્ચ કરી છે. જેને સિટિઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એવું નામ આપવામાં આવ્યું છે. તમે પ્લે સ્ટોર પર જઈને આ એપ ડાઉનલોડ કરી શકો છે. આ એપના ફાયદા લોકો સુધી પહોંચાડવા માટે એક વીડિયો એડ પણ બનાવવામાં આવી છે. જેમાં ચાલ જીવી લઈએ ફેમ અભિનેતા યશ સોની જોવા મળી રહ્યા છે.
પોલીસને લગતા તમામ સવાલોના જવાબ અને સાથે સુવિધાઓ એક જ એપ્લિકેશનમાં મળી રહે તેવી વ્યવસ્થા આ એપ્લિકેશનમાં કરવામાં આવી છે. આ એપ્લિકેશનની મદદથી તમે માત્ર ફરિયાદનો નંબર નાખીને FIRની કોપી મેળવી શકો છો. સાથે જ ખોવાયેલી વસ્તુ કે વ્યક્તિનો રીપોર્ટ થઈ શકે છે. નવા ભાડુઆત કે ઘરઘાટીની નોંધણી પણ એપ્લિકેશનના માધ્યમથી થઈ શકે છે. એન.ઓ.સી કે પોલીસ વેરિફિકેશન જેવી પ્રક્રિયાઓ માટે પણ આ એપ્લિકેશન ઉપયોગી નિવડી શકે છે.
આ પણ વાંચોઃ એન્કાઉન્ટરની તપાસ કરનાર હવે છે IIM-અમદાવાદના પ્રોફેસર
જો તમારે રેલી અને સભાની પરવાનગી મેળવવી છે કે ડોમિસાઈલ સર્ટિફિકેટ મેળવવું છે તો પણ તમે આ એપ્લિકેશનનો સહારો લઈ શકો છો. પ્લે સ્ટોર પરથી તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને એપ્લિકેશન, રજિસ્ટ્રેશન, લાઈસન્સ અથવા સર્ટિફિકેટ અને સર્ચની પણ સુવિધા આપવામાં આવી છે. આ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી છે.જેનાથી નાગરિકોને પોલીસ સ્ટેશનના વારંવાર ધક્કા નથી ખાવા પડે. સાથે જ ઘણા એવા કામ છે કે જેના માટે પોલીસ સ્ટેશન જઈને રાહ જોવી પડી શકે છે તે આ એપ્લિકેશનથી આસાન થયું છે.