કોંગ્રેસ પર અલ્પેશ ઠાકોરનો હુમલો, કહ્યું- 15થી વધુ ધારાસભ્યો છે નાખુશ

28 May, 2019 02:02 PM IST  |  ગાંધીનગર

કોંગ્રેસ પર અલ્પેશ ઠાકોરનો હુમલો, કહ્યું- 15થી વધુ ધારાસભ્યો છે નાખુશ

અલ્પેશે ભાજપમાં જોડાવાની અટકળોને ફગાવી

OBC નેતા અલ્પેશ ઠાકોરે(alpesh thakor) ભાજપમાં જોડાવાની વાતને ફગાવી છે. અલ્પેશે કહ્યું કે તેમનો એવો કોઈ ઈરાદો નથી. સાથે જ અલ્પેશે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે જે નેતા વારમવાર ગોટાળોઓની વાત કરે છે એવું કાંઈ જ નથી. બસ તેમના મગજમાં કેમિકલ લોચા છે. મહત્વનું છે કે અલ્પેશ ઠાકોરે લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસથી અલગ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ લોકોની જરૂરને સમજવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસીઓ બસ ગોટાળા ગોટાળા જ કર્યા કરે છે. ગોટાળા તેમના દિમાગમાં છે. ANI સાથેની વાતચીતમાં તેમણે આ કહ્યું.

અલ્પેશના ભાજપમાં જોડાવાની હતી અટકળો
લોકસભા ચૂંટણી પહેલા અલ્પેશે કોંગ્રેસને અલવિદા કહ્યું હતું. અત્યાર સુધી તેમની ભાજપના નેતાઓ સાથે વધતી જતી નિકટતાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તેઓ જલ્દી જ ભાજપમાં જોડાશે. જો કે અલ્પેશે ભાજપમાં જોડાવાની અટકળોને ફગાવી છે. તેમણે કહ્યું કે હું એક ધારાસભ્ય છું અને મે મારા ક્ષેત્રોના કામ માટે અનેક ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી છે, પરંતુ મારો ભાજપમાં સામેલ થવાનો કોઈ વિચાર નહીં.

કોંગ્રેસના ધારાસભ્યો છે નારાજઃ અલ્પેશ
અલ્પેશે એવો પણ દાવો કર્યો કે હજુ પણ 15થી વધારે કોંગ્રેસના ધારાસભ્યો નારાજ છે. તેઓ જલ્દી જ કોંગ્રેસનો સાથ છોડી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદી અને RSSની સામે નકારાત્મક પ્રચારને લઈને તેમણે કોંગ્રેસને સાવધાન કરી હતી. અલ્પેશે કહ્યું કે મોદી ભ્રષ્ટાચારમુક્ત ચહેરો છે જ્યારે RSS રાષ્ટ્રવાદનો ચહેરો છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરઃ અલ્પેશ ઠાકોર જોડાશે ભાજપમાં! નીતિન પટેલ સાથેની મુલાકાત બાદ ચર્ચા

અલ્પેશે નીતિન પટેલ સાથે કરી હતી મુલાકાત
અલ્પેશે સોમવારે નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી. તે બાદ જ તેના ભાજપમાં સામેલ થવાની અટકળો તેજ થઈ ગઈ હતી. અલ્પેશની સાથે લોકસભા ચૂંટણી પહેલા ધવલસિંહ ઠાકોર અને ભરતજી ઠાકોરે પણ રાજીનામું આપ્યું હતું.

Alpesh Thakor Gujarat BJP Gujarat Congress