કોંગ્રેસના 74 ધારા સભ્યોને લઇ જવાશે ગુજરાત બહાર

13 March, 2020 05:37 PM IST  |  Gandhinagar | Mumbai Desk

કોંગ્રેસના 74 ધારા સભ્યોને લઇ જવાશે ગુજરાત બહાર

રાજ્યસભા માટે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ટિકીટ આપી છે

રાજ્ય સભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે અને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાયમી દોરડા ખેંચ પણ ચાલુ થઇ ગઇ છે. ગુજરાતમાં કોંગ્રેસનાં ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી અને આ બેઠકમાં જ નક્કી થયું હતું કે કોંગ્રેસનાં બધા જ ધારા સભ્યોને ગુજરાતની બહાર લઇ જવા. જો કે આમ કરવા પાછળનાં કારણો અંગે સતત ચર્ચાઓ ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચાર દિવસ પછી ગુજરાતનાં 73 ધારાસભ્યોને કોંગ્રેસ શાસિત રાજ્યો જેવા રાજસ્થાન કે છત્તિસગઢ લઇ જવાશે. જો કે આ અંગે કોઇ સ્પષ્ટ જવાબ નથી આપી રહ્યું. તેમને ક્યાંક લઇ જવાશે તેવું ચોક્કસ ચર્ચાય છે. ગુજરાતની બહાર તો જયપુર પણ હોઇ શકે છે અને રાજસ્થાન કે મધ્યપ્રદેશનું કોઇપણ શહેર હોઇ શકે છે. રાજ્યસભાના ઉમેદવાર તરીકે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી છે અને ભાજપાએ પોતાના પક્ષે અજય ભારદ્વાજ, નરહરી અમિન અને રમિલા બારાને ખડા કર્યા છે.

congress Gujarat Congress indian politics Rajya Sabha