Gujarat: વડોદરાના પરિવારને રસ્તામાં ભરખ્યો કાળ, અકસ્માતમાં બધાના મોત

25 February, 2023 01:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વડોદરામાં અકસ્માત (Vadodara Accident) માં એક જ પરિવારના 5 સભ્યોના મોત થયા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. આ પછી ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

ગુજરાત (Gujarat)ના વડોદરા(Vadodara)ના અટલાદર પાદરા રોડ પર ઓટો સાથે અથડાતા ભયાનક માર્ગ અકસ્માતથી હચમચી ઉઠ્યું હતું. આ અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત થયા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. આ પછી ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણ બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બે બાળકોના પણ મોત નીપજ્યા હતા. ત્યારબાદ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ અંતિમ સંસ્કાર માટે મૃતદેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.

વડોદરાથી નાયક પરિવાર લગ્નમાં હાજરી આપવા માટે સોખરા ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત થયો, જેમાં પરિવારના તમામ સભ્યોના મોત થયા. મૃત્યુ પામેલાઓમાં 28 વર્ષીય અરવિંદ પૂનમ નાયક, 25 વર્ષીય કાજલ અરવિંદ નાયક, 12 વર્ષની શિવાની અલ્પેશ નાયક, 5 વર્ષીય ગણેશ અરવિંદ નાયક અને 10 વર્ષની દ્રષ્ટિ અરવિંદ નાયકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:MP Accident: ગોઝારા અકસ્માતમાં 17 લોકોએ ગુમાવ્યાં જીવ, 50 લોકો ઘાયલ

આ બાબતની માહિતી આપતાં વડોદરાના મદદનીશ પોલીસ કમિશનર પ્રણવ કટારિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે એક અર્ટિગા કાર એક ઓટો-રિક્ષા સાથે અથડાઈ હતી જેમાં છ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. આમાંથી ત્રણનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બે મુસાફરોનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું અને છઠ્ઠા મુસાફર 8 વર્ષીય આર્યનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ડ્રાઈવરની ધરપકડ

અધિકારીએ કહ્યું કે કારના ડ્રાઈવર જયહિંદ યાદવની અટકાયત કરવામાં આવી છે અને તેનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવશે.

gujarat news vadodara gujarati mid-day